ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

બાયડના પૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહની ઘરવાપસી, ફરી કોંગ્રેસમાં જોડાશે

Text To Speech

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. આ સાથે જ રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે. ગુજરાતમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ સહિત આમઆદમી પાર્ટી પણ પુરજોશમાં પ્રચાર કરી રહી છે. આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારો અને દાવેદારો પણ મેદાનમાં આવી ગયા છે.તો કેટલાંક નારાજ અને અસંતુષ્ટ નેતાઓ તકનો લાભ લઈને પક્ષપલટો કરતાં જોવા મળી રહ્યાં છે. ત્યારે મળતી માહિતી મુજબ  છે કે, પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઇ શકે છે. હાલ મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે અને થોડીવારમાં કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ શકે છે.

Shankersinh Vaghela Hum Dekhenge
File image

મહેન્દ્રસિંહ વાઘેલા ફરી હાથનો સાથ ઝાલ્યો
પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા, પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહ પણ એક હતા. જોકે રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમને ફરી ભાજપમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ, અને નિષ્ક્રિય થઇ ગયા હતા.   હવે વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે ફરી રાજકારાણમાં એક્ટિવ થઇ રહ્યા છે.

મહેન્દ્રસિંહની રાજકીય કારકિર્દી
શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહના રાજકીય કેરિયરની વાત કરીએ તો તેઓ કોંગ્રેસના ધારાસભ્યા હતા. મહેન્દ્રસિંહે વર્ષ 2012થી 2017 સુધી બાયડ વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા.

Back to top button