ટોપ ન્યૂઝવર્લ્ડ

રશિયાના પ્રમુખ પુતિને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી સાચા દેશભક્ત ગણાવ્યા, કહ્યું- PM મોદીના નેતૃત્વમાં ભારતે ઘણી પ્રગતિ કરી

મોસ્કોઃ ભારત અને રશિયાના સંબંધો જાણીતા છે. યુક્રેન યુદ્ધને લઈને જ્યાં વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો રશિયાની વિરૂદ્ધમાં છે, ત્યારે ભારતે તેની મિત્રતા પુરવાર કરી છે. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે ફરી એક વાર ભારતની પ્રશંસા કરી છે. તેમણે PM મોદીના પણ વખાણ કર્યા છે. પુતિને પોતાના ભાષણમાં કહ્યું કે વડાપ્રધાન મોદી એક સાચા દેશભક્ત છે અને પોતાના દેશના સ્વતંત્ર વિચારને આગળ વધારવામાં સક્ષમ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે રશિયા અને ભારત વચ્ચે દશકાઓથી વિશેષ સંબંધ છે અને બંને દેશો વચ્ચે કોઈ વિવાદીત મુદ્દો પણ નથી.

PM Modi and Vladimir Putin
પુતિન મોસ્કોમાં વલ્દાઈ ડિસ્કશન ક્લબની 19મી વાર્ષિક બેઠકમાં બોલી રહ્યા હતા. પુતિને કહ્યું ભારતે બ્રિટનની ગુલામીથી આધુનિક દેશ બનાવવાના પોતાના વિકાસ પણ ઘણી પ્રગતિ કરી છે.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે ઘણી પ્રગતિ કરી- પુતિન
પુતિન મોસ્કોમાં વલ્દાઈ ડિસ્કશન ક્લબની 19મી વાર્ષિક બેઠકમાં બોલી રહ્યા હતા. પુતિને કહ્યું ભારતે બ્રિટનની ગુલામીથી આધુનિક દેશ બનાવવાના પોતાના વિકાસ પણ ઘણી પ્રગતિ કરી છે. તેમણે હકારાત્મક પરિણામો હાંસલ કર્યા છે. ભારતના વિકાસથી તેમના સન્માન અને પ્રશંસા વધી છે.પીએમ મોદીના નેતૃત્વમાં છેલ્લા વર્ષોમાં ભારતે ખૂબ વિકાસ સાધ્યો છે. મેક ઈન ઈન્ડિયા માટે મોદીનો વિચાર આર્થિક અને નૈતિક બંને સ્વરુપે આધાર રાખે છે. ભવિષ્ય ભારતનું છે. સૌથી મોટુ લોકતંત્ર હોવા પર ગર્વ થાય છે.

પુતિને વધુમાં કહ્યું અમારા વચ્ચે એક વિશેષ સંબંધ છે. તેમણે રક્ષા તેમણે સંરક્ષણ ભાગીદારી અને વધતા વેપાર સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. અમારા વેપારનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે, પીએમ મોદીએ મને ભારતમાં ખાતરનો પુરવઠો વધારવા કહ્યું અને તેમાં 7.6 ગણો વધારો થયો છે.કૃષિનો વેપાર લગભગ બમણો થઈ ગયો છે.

પુતિને અમેરિકા અને મિત્ર દેશ પર નિશાન સાધ્યું
પુતિને પોતાના ભાષણ દરમિયાન અમેરિકા અને તેના મિત્ર દેશો પર પ્રહાર કર્યા હતા. તેમણે તેમના પર ખતરનાક અને ગંદી રમતો રમી અન્ય દેશો પર પોતાની શરતોને થોપવાના પ્રયત્નનો આરોપ લગાવ્યો. પશ્ચિમ દેશો હવે માનવ જાતિ પર પોતાની ઈચ્છા થોપવા માટે સક્ષમ નથી, પરંતુ તેમ છતા તે દેશો આમ કરવાનો પ્રયત્ન કરે છે.

Back to top button