અમરેલીઃ દેશની શાન ગણાતા સિંહો ગુજરાતમાં સૌથી વધારે અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે. છેલ્લી ગણતરી વખતે પણ વનવિભાગમાં અમરેલી સૌથી વધુ સિંહો નોંધાયા છે. ત્યારે હાલ અમરેલી જિલ્લામાં સિંહોની માઠી દશા હોય તેવી હાલત જોવા મળી રહી છે. વનવિભાગ અને રાજ્યની સરકાર સિંહો સહિત વન્યપ્રાણી માટે કરોડો રૂપિયાના ખર્ચ કરી રહ્યા છે અને સિંહો ગુજરાતનું ઘરેણું હોવાની વાતો કરી રહ્યા છે. પરંતુ આ તસવીર વનવિભાગની પોલ ખોલી નાખે છે.
સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામ આસપાસ ખારા પાટ વિસ્તારની તસવીર હોવાનું મનાઈ રહ્યું છે. જોકે આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પર્યાવરણ પ્રેમી અને સિંહ પ્રેમીઓએ પણ નારાજગી દર્શાવી છે. આ વિસ્તારમાં સિંહો માટે પાણીના પોઇન્ટ શરૂ કરવાની જરૂરિયાત છે. અહીં નવા કેટલાક વિસ્તારમાં પાણીના પોઇન્ટ બનાવવા પણ માંગ કરી છે.