ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

સુરતમાં માજી આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનું પત્તુ કપાશે, જાણો શું છે કારણ

Text To Speech

રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સુરતમાં નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સૌથી મહત્વની વાત છે કે, સુરતની વરાછા વિધાનસભા બેઠક ઉપર માજી આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના સ્થાને હીરા ઉદ્યોગના અગ્રણી અને ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ દિનેશ નાવડિયાને ટિકીટ આપવામાં આવે એવી માંગણી હીરા ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ, કોંગ્રેસ પર આ કારણે AAP પડશે ભારે

કાનાણીએ ફસ્ટ્રેશનમાં આવીને નિવેદનો આપ્યા

દિનેશ નાવડિયાની દાવેદારી સર્વથા યોગ્ય હોવાનું હીરા ઉદ્યોગકારોનું કહેવુ છે. દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડીયામણ રળી આપતા હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પણ આપે છે. ઉદ્યોગના પ્રશ્ને યોગ્ય પ્રતિનિધિત્વ કરી રહેલા દિનેશ નાવડિયા વરાછાની બેઠકના મજબુત દાવેદાર છે. તો દિનેશ નાવડિયાનું નામ ચર્ચામાં આવતાની સાથે જ માજી આરોગ્ય મંત્રી એવા ધારાસભ્ય કુમાર કાનાણી ટેન્શનમાં આવી ગયા છે અને એવુ નિવેદન આપ્યુ છે કે, દિનેશ નાવડિયાને ભાજપ સાથે લેવા દેવા નથી. કદાચ કુમાર કાનાણી ફસ્ટ્રેશનમાં આવીને આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.

કપરા કાળમાં સદંતર નિષ્ફળ ગયેલા આરોગ્ય મંત્રી

વાસ્તવમાં જાહેર જીવનમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા અને હીરા ઉદ્યોગના પ્રશ્ને હંમેશા સકારાત્મક ભૂમિકા ભજવનારા દિનેશ નાવડિયા સર્વ માન્ય અગ્રણી છે. પટેલ સમાજમાં પણ તેમનું નામ ખુબ અગ્રણી તરીકે લેવામાં આવે છે. બીજી તરફ કોરોના જેવા કપરા કાળમાં સદંતર નિષ્ફળ ગયેલા અને આરોગ્ય મંત્રી તરીકે કંઇ જ નહીં ઉકાળી શકેલા કુમાર કાનાણી લગ્ને લગ્ને કુંવારાની જેમ પાછા વરરાજા બનવા માટે થનગની રહ્યા છે પરંતુ આ વખતે ભાજપના માંડવે તેમની જાનપોંખવામાં આવે એવા કોઇ સંજોગો દેખાતા નથી. કોઇ પણ રીતે સફળ નહીં રહેલા કુમાર કાનાણી પોતાની દાવેદારી ભલે રજૂ કરે પરંતુ આ વખતે તેમને ભાજપમાંથી ટિકીટ મળવાના કોઇ ચાન્સ નથી.

Back to top button