બનાસકાંઠા : ભાજપના નિરીક્ષકો બે દિવસ પાલનપુરમાં સેન્સ લેશે


પાલનપુર: ગુજરાતની આગામી વિધાનસભા ની ચૂંટણીને લઈને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજકીય પક્ષોની ગતિવિધિના ધમધમાટ વચ્ચે ભાજપ પક્ષ દ્વારા જિલ્લામાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ નિરીક્ષકો દાવેદારોને સાંભળશે.
બે દિવસ નિરીક્ષકો નવ બેઠકો માટેની પ્રક્રિયા હાથ ધરશે
પાલનપુરના રિદ્ધિ- સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકોમાં ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, સાંસદ જશવંત ભાભોર અને પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહેવાના છે. બે દિવસમાં નવ બેઠકો માટે દાવેદારોને સાંભળી તેનો રિપોર્ટ મોવડી મંડળને સુપ્રત કરશે. આ વખતે ઘણો નવોદિતો પણ ઉમેદવારી માટે દાવો કરે તેવી સંભાવના છે. જેને લઈને દાવેદારોની સંખ્યાનો આંકડો પણ વધવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. આજે દાંતા, થરાદ, વાવ, ધાનેરા અને પાલનપુર બેઠક માટે અને આવતીકાલે શુક્રવારે વડગામ, ડીસા, દિયોદર અને કાંકરેજ બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
આ પણ વાંચો : દિલ્હીઃ AAP vs BJP, ‘કચરા’ પર રાજનીતિ