ચૂંટણી 2022ટોપ ન્યૂઝ
ગુજરાતના 16 જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલીઓના આદેશ
ગુજરાતમાં આગામી દિવસોમાં આચારસંહિતા લાગુ પડી જશે. દિવાળીનો તહેવાર પૂરો થવાની સાથે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આરોગ્ય વિભાગે આજે જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલીઓના આદેશ કર્યા છે. જેમાં કુલ 16 જીલ્લાના આરોગ્ય અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓ દાહોદ,રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, અરવલ્લી, નવસારી, કચ્છ, સુરત, અમદાવાદ,વલસાડ, નર્મદા, મોરબીના છે.
આગામી દિવસોમાં બધી જ પાર્ટીઓના અધ્યક્ષ તથા વડાપ્રધાન મોદી અલગ અલગ કાર્યક્રમમાં ગુજરાતની મુલાકાત લેવાના છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર તરફથી મળેલ આ ભેટ લોકો અને અધિકારીઓ માટે કેટલી ફાયદાકારક રહેશે એ તો સમય જ કહેશે.
આ પણ વાંચો: શું આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડી શકશે?