T-20 વર્લ્ડ કપટોપ ન્યૂઝસ્પોર્ટસ

India VS Netherlands Live : નેધરલેન્ડની ખરાબ શરૂઆત, 10 ઓવર બાદ સ્કોર 53/3.

T20 વર્લ્ડ કપમાં આજે ભારત-નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે.ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે 180 રનનો ટાર્ગેટ આપ્યો છે. જે લક્ષ્યનો પીછો કરતાં નેધરલેન્ડ 10 ઓવરમાં 3 વિકેટનાં નુકસાને 53 રન બનાવી શકી છે.  નેધરલેન્ડનાં શરૂઆતનાં ત્રણેય બેટર પેવેલિયન ભેગા થઈ ચુક્યાં છે. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 1 અને અક્ષર પટેલે 2 વિકેટ લીધી છે.

નેધરલેન્ડનો ઓપનર વિક્રમજીત સિંહે 1 રન જ બનાવી શક્યો હતો. જ્યારે મેક્સ ઓ’ડાઉડ અને બાસ ડી લીડ અનુક્રમે 16-16 રન બનાવી અક્ષર પટેલનાં હાથે આઉટ થયાં હતા.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ભારતની ધમાકેદાર શરૂઆત રહી હતી. ભારતીય ટીમે 20 ઓવરમાં 2 વિકેટનાં નુકસાને 179 રન બનાવી દીધાં છે. ભારત તરફથી કેપ્ટન રાહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે અર્ધી સદી ફટકારી હતી.. ભારતે વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માની શાનદાર ઇનિંગ્સના આધારે 179 રન બનાવ્યા હતા.

LIVE 

IND – 179/2 (20) CRR – 8.95

NED – 53 /3 (10) CRR – 5.09   RRR- 13.8 

ભારત તરફથી બેટિંગ કરતાં કે એલ રાહુલ માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગયો હતો,પરંતુ ત્યારબાદ ત્રણેય ઊતરેલા બેટરોએ અર્ધી સદી ફટકારી હતી.

કેપ્ટન રોહિતની આ વર્લ્ડ કપમાં પહેલી ફિફ્ટી

રોહિત શર્માએ 39 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, તેનો સ્ટ્રાઈક રેટ 135.89 હતો. રોહિતે આ દરમિયાન યુવરાજ સિંહનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તે ભારત માટે T20 વર્લ્ડ કપમાં 34 સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે.

IND vs NED - HUm Dekhenge NEws

વિરાટ કોહલીએ T20Iમાં 35મી ફિફ્ટી ફટકારી

વિરાટ કોહલીએ આજે T20Iમાં તેની 35મી અર્ધી સદી ફટકારી હતી. કોહલીએ 44 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 62 રન બનાવી દીધા છે. આ ઈનિંગ દરમ્યાન કોહલીએ 104.91ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યાં હતા. વિરાટે 104.9191ની સ્ટ્રાઈક રેટથી અણનમ 62 રનની ઈનિંગ રમી હતી.

સૂર્યકુમાર યાદવની ફિફ્ટી : 204ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યાં

કેપ્ટન રોહિત આઉટ થયાં બાદ સૂર્યકુમાર યાદવે છેલ્લાં બોલે સિક્સ ફટકારી તેની ફિફ્ટી પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 25 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી 51 રનની અણનમ પારી રમી હતી.

ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો ટીમ ઈન્ડિયા આજે નેધરલેન્ડને હરાવશે તો તે ગ્રુપ 2માં નંબર-1 બની જશે. મેચ અગાઉ વરસાદને કારણે વાદળછાયું હતું, પરંતુ સિડનીમાં હાલ હવામાન સ્વચ્છ છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ઈન્ડિયા : કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટમેન), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

નેધરલેન્ડ : વિક્રમજીત સિંહ, મેક્સ ઓ’ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, ટોમ કૂપર, સ્કોટ એડવર્ડ્સ (વિકેટમેન)(કેપ્ટન), ટિમ પ્રિંગલ, લોગાન વાન બીક, શરિઝ અહમદ, ફ્રેડ ક્લાસેન, પોલ વાન મીકરેન.

નેધરલેન્ડ કાંટાની ટક્કર આપી શકે છે

વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ મેચોમાં નેધરલેન્ડે યુએઈ અને નામિબિયાને હરાવીને ત્રણમાંથી બે મેચ જીતી હતી. નામિબિયા એ જ ટીમ છે જેણે ગ્રુપ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો નેધરલેન્ડના બોલરોએ બાંગ્લાદેશને 20 ઓવરમાં 144 રન પર રોકી દીધું હતું. બાંગ્લાદેશ માંડ 9 રનથી જીતી શક્યું હતું, એટલે આજે ભારત સામે નેધરલેન્ડ કાંટાની ટક્કર આપી શકે છે.

Back to top button