India VS Netherlands Live : ભારતની ધમાકેદાર શરૂઆત, કેપ્ટન રોહિત શર્માએ ફટકારી અર્ધી સદી.
T20 વર્લ્ડ કપમાં આજે ભારત-નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો ટીમ ઈન્ડિયા આજે નેધરલેન્ડને હરાવશે તો તે ગ્રુપ 2માં નંબર-1 બની જશે. મેચ અગાઉ વરસાદને કારણે વાદળછાયું હતું, પરંતુ સિડનીમાં હાલ હવામાન સ્વચ્છ છે.
LIVE
IND – 129/2 (16) CRR – 8.06
16 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 129/2 છે. કેએલ રાહુલ 9 રન બનાવીને જ્યારે કેપ્ટન રોહિત શર્મા 53 રન બનાવી અર્ધી સદી ફટકારીને આઉટ થઈ ગયો છે, હાલ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર હાજર છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ઈન્ડિયા : કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટમેન), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
નેધરલેન્ડ : વિક્રમજીત સિંહ, મેક્સ ઓ’ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, ટોમ કૂપર, સ્કોટ એડવર્ડ્સ (વિકેટમેન)(કેપ્ટન), ટિમ પ્રિંગલ, લોગાન વાન બીક, શરિઝ અહમદ, ફ્રેડ ક્લાસેન, પોલ વાન મીકરેન.
નેધરલેન્ડ કાંટાની ટક્કર આપી શકે છે
વર્લ્ડ કપની ક્વોલિફાઈંગ મેચોમાં નેધરલેન્ડે યુએઈ અને નામિબિયાને હરાવીને ત્રણમાંથી બે મેચ જીતી હતી. નામિબિયા એ જ ટીમ છે જેણે ગ્રુપ મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું. ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો નેધરલેન્ડના બોલરોએ બાંગ્લાદેશને 20 ઓવરમાં 144 રન પર રોકી દીધું હતું. બાંગ્લાદેશ માંડ 9 રનથી જીતી શક્યું હતું, એટલે આજે ભારત સામે નેધરલેન્ડ કાંટાની ટક્કર આપી શકે છે.