નેશનલ

26 નવેમ્બરે દેશભરમાં રાજભવન માર્ચની કિસાન મોર્ચાની જાહેરાત, 14 મીએ ખાસ બેઠક

Text To Speech

ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની બીજી વર્ષગાંઠ પર, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ 26 નવેમ્બરે દેશભરમાં ‘રાજભવન માર્ચ’નું આહ્વાન કર્યું છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરી દીધા છે. ત્યારે એક નિવેદનમાં, સંયુક્ત કિસાન સંગઠને કહ્યું કે તે મેમોરેન્ડમને અંતિમ સ્વરૂપ આપવા માટે 14 નવેમ્બરે દેશવ્યાપી રાજભવન કૂચ અને દિલ્હીમાં એક બેઠકનું આયોજન કરશે.

આજની બેઠકમાં કોણ કોણ હાજર હતું ?

આજે SKM કોઓર્ડિનેશન કમિટી અને ડ્રાફ્ટિંગ કમિટીની ઓનલાઈન બેઠકમાં રાજભવન સુધી દેશવ્યાપી કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખેડૂત નેતા હન્નન મોલ્લા, દર્શન પાલ, યુદ્ધવીર સિંહ, મેધા પાટકર, રાજારામ સિંહ, અતુલ કુમાર અંજન, સત્યવાન, અશોક ધવલે, અવિક સાહા, સુખદેવ સિંહ, રામિંદર સિંહ, વિકાસ શિશિર અને ડૉ. સુનિલમ હાજર હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 26 નવેમ્બરે SKMના નેતૃત્વમાં ખેડૂતોના ઐતિહાસિક સંઘર્ષના બે વર્ષ પૂરા થવાના અવસરે દેશભરના રાજભવન સુધી ખેડૂતોની વિશાળ કૂચ કાઢવામાં આવશે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે વિવિધ રાજ્યોમાં રાજભવન કૂચની તૈયારીઓ ચાલી રહી છે.

2020 માં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં થયું હતું પ્રદર્શન, એક વર્ષે થયા હતા રદ્દ

કેન્દ્ર સરકાર દ્વારા ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટના નિયમોમાં કરવામાં આવી રહેલા ફેરફારોની ખેડૂત સંગઠનોએ નિંદા કરી હતી. તેમણે 15મી નવેમ્બરે શહીદ બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે તેમના અધિકારો માટે લડી રહેલા આદિવાસી સંગઠનો સાથે એકતા વધારવાનું પણ નક્કી કર્યું. નવેમ્બર 2020 માં, પંજાબ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોના ખેડૂતોએ દિલ્હીની સરહદો પર કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કર્યું હતું. ખેડૂતોની માંગ પર કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર 2021માં કૃષિ કાયદાને પાછો ખેંચી લીધો હતો.

ખેડૂતોની આ પણ માંગ હતી !!

કાયદો પાછો ખેંચી લેવા છતાં, ખેડૂતોએ વિરોધ સ્થળ ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા, MSP પર કાયદેસરની ગેરંટી અને આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોના પરિવારોને વળતરની માંગ કરી હતી. કેન્દ્રએ ગયા વર્ષે 9 ડિસેમ્બરે ખેડૂતોની અન્ય પડતર માંગણીઓ પર વિચાર કરવા સંમતિ આપી હતી. આના પગલે, SKM એ એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

Back to top button