યુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

રાશન કાર્ડમાં ફેરફાર માટે છે આ ઓનલાઈન પ્રોસેસ છે ખૂબ સરળ

Text To Speech

સરકારી કામ સહિત તમારી ઓળખ માટે રાશન કાર્ડ જરૂરી ડોક્યૂમેન્ટ છે. તેનાથી ન તો ફક્ત સસ્તુ અનાજ મળે છે પણ અન્ય અનેક લાભ પણ મળે છે. પરિવાર માટે અને દરેક સભ્યોના નામ તેમાં હોવા જરૂરી છે. જો તમારા ઘરમાં નવું સભ્ય સામેલ થયું છે જેમકે પરિવારમાં કોઈ બાળકનો જન્મ થયો છે કે નવી વહુ આવી છે તો તમે તેનું નામ પણ રાશન કાર્ડમાં સામેલ કરી શકો છો. આ માટે તમારી સરળ પ્રક્રિયાને ફોલો કરવાની રહે છે. આ સિવાય જો તમે તમારું નામ, સરનામું વગેરેમાં ભૂલ હોય અને તેને સુધારવા ઈચ્છો છો તો તે કામ પણ સરળતાથી કરી શકો છો. તમારે ઓનલાઈન પ્રોસેસની મદદ લેવાની છે.

ખાદ્ય વિભાગને આપવાની રહે છે જાણકારી

રાશન કાર્ડમાં નવા સભ્યનું નામ જોડવા માટે તમારે આધાર કાર્ડમાં સંશોધન કરવાનું રહે છે. જેમકે જો કોઈ યુવતી લગ્ન બાદ સરનેમ એટલે કે અટક બદલે છે તો તેણે આધાર કાર્ડમાં પિતાને બદલે પતિનું નામ ભરવાનું રહે છે અને નવા એડ્રેસને અપડેટ કરાવવાનું રહે છે. આ પછી નવા આધાર કાર્ડની ડિટેલ પતિના વિસ્તારમાં રહેલા ખાદ્ય વિભાગ અધિકારીને આપવાની રહે છે. તમે ઈચ્છો તો ઓનલાઈન વેરિફિકેશન બાદ પણ નવા સભ્યનું નામ જોડી શકો છો. તેમાં જૂના રાશન કાર્ડના નામને હટાવીને નવું રાશન કાર્ડ માટે એપ્લાય કરી લો. આ માટે તમારો નંબર રજિસ્ટર્ડ હોય તે જરૂરી છે.

આ રીતે જોડી લો મોબાઈલ નંબર 

વિઝિટ કરો: https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx

તમારા રાશન કાર્ડની સાથે મોબાઈલ નંબર જોડાયેલો નથી તો તેને રજિસ્ટર્ડ કરવા માટે તમારે ઉપર જણાવેલ સાઇટ પર વિઝિટ કરવાનું રહે છે. અહીં તમે Update Your Registered Mobile Numberના વિકલ્પ પર જાઓ. આમ કરવાથી તમારી પાસે આધાર નંબર માંગવામાં આવશે. તમે ઘરના મુખ્ય વ્યક્તિ કે એ વ્યક્તિનો આધાર નંબર લખો દેનું નામ રાશન કાર્ડમાં છે. આ પછી તમે અન્ય કોલમમાં રાશન કાર્ડ નંબર લખો. ત્રીજી કોલમમાં ઘરના મુખ્ય વ્યક્તિનું નામ અને તેનો મોબાઈલ નંબર લખીને સેવ કરો. આમ કરીને તમે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરી શકો છો.

Back to top button