ટ્રેન્ડિંગમનોરંજન

Ram Setu: ફિલ્મની ટિકિટ બુક કરાવતા પહેલા વાંચો આ Review !

Text To Speech

અક્ષય કુમારની ફિલ્મ ‘Ram Setu’ ફાઈનલી રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક્શનથી ભરપૂર એડવેન્ચર થ્રિલર ફિલ્મ છે. જેમાં ખિલાડી કુમાર આર્યન કુલશ્રેષ્ઠનું પાત્ર ભજવી રહ્યો છે, જે એક પુરાતત્વ અધિકારી છે. અભિનેત્રી નુસરત ભરૂચા આર્યનની પત્ની ગાયત્રીનો રોલ કરી રહી છે. તો જેકલીન પર્યાવરણ વૈજ્ઞાનિક બની છે. અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ની વાર્તા સત્ય ઘટનાઓ પર આધારિત છે પરંતુ ફિલ્મના નિર્માતાઓએ તેને સર્જનાત્મક સ્વતંત્રતા સાથે રજૂ કરી છે. લાંબા સમય બાદ દર્શકોને પૈસા વસૂલ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ જોવા મળી રહી છે.

જાણો શું છે ફિલ્મની વાર્તા

ફિલ્મમાં અક્ષય એક નાસ્તિક પુરાતત્વ અધિકારી છે, જોકે તે સત્યને ટ્વિસ્ટ કર્યા વિના લોકો સમક્ષ રજૂ કરે છે. જ્યારે સરકારની સર્વોચ્ચ અદાલત ભગવાન રામને કાલ્પનિક પાત્ર ગણાવે છે, ત્યારે તેમની વાનર સેના દ્વારા બનાવવામાં આવેલ ‘Ram Setu’ માત્ર એક કુદરતી ઘટના છે અને આ ‘Ram Setu’ને રામેશ્વરમથી શ્રીલંકા સુધી તોડી નાખવાનો નિર્દેશ આપે છે. પછી આ વાર્તામાં અક્ષયની એન્ટ્રી છે. ‘Ram Setu’ની સત્યતા જાણીને વિપક્ષી પાર્ટીના એક નેતા અક્ષય કુમારને તેને લોકો સમક્ષ રજૂ કરવાનું મિશન આપે છે. જેનું નામ છે ”Ram Setu’ સાચું કે માત્ર કાલ્પનિક’

જાણો ફિલ્મ ‘Ram Setu’માં શું છે ખાસ

તમામ કલાકારોના સારા અભિનયને કારણે આ ફિલ્મ દર્શકોનું ઘણું મનોરંજન કરે છે. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેને વધુ ખાસ બનાવે છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી, VFX અને CGI પર શાનદાર કામ કરવામાં આવ્યું છે. CGI થી સમુદ્રની અંદરનો નજારો ખૂબ જ અદભૂત છે. આ ફિલ્મના ઘણા લોકેશન પણ સુંદર છે.

આ ફિલ્મ શા માટે જોવી જોઈએ

અક્ષય કુમારની ફિલ્મ ‘Ram Setu’ દિવાળીની પરફેક્ટ ફિલ્મ છે, જેને પરિવાર સાથે જોવાની મજા માણી શકાય છે. ફિલ્મમાં ડ્રામા, ઈમોશન્સ, કોમેડી અને ઘણી બધી એક્શન છે. ધર્મ અને વિજ્ઞાનનું આ મિશ્રણ લોકોની ઉત્સુકતા પણ વધારશે અને દરેકનું ભરપૂર મનોરંજન પણ કરશે. તેથી, જો તમે આ તહેવારના અવસર પર તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરવા માંગતા હો, તો તમે ચોક્કસપણે થિયેટરમાં જઈને આ ફિલ્મ જોઈ શકો છો.

Back to top button