દિવાળીના વેકેશનમાં કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન, જાણો કારણ
કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. દરવર્ષે લાખો સહેલાણીયો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. હાલમાં દિવાળીના વેકેશન લઈને કચ્છના પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે. કચ્છ નહી દેખાતો કુચ નહિ દેખા ગુજરાત ટુરીઝમ વિભાગ જાહેરાત પ્રવાસીઓ ભારે આકર્ષણ ઉભું કર્યું છે.
પ્રાગમહેલ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર
દિવાળીના તહેવાર સાથે કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કચ્છના પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. જેના કારણે કચ્છનો ટુરીઝમ ઉધોગ ફરીવાર ધમધમતો થયો છે. દિવાળીના વેકેશન લઈને કચ્છમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. કચ્છનું સફેદરણ, કાળોડુંગર, માંડવીબીચ ,ધોળાવીરા, ભુજમાં આવેલા આયનામહેલ અને પ્રાગમહેલ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યા છે.
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં સિંગતેલના ભાવમાં ભડકો, ભાવ જાણી લાગશે આંચકો
પ્રવાસન સ્થળો પર સહેલાઓની ભીડ જોવા મળી
ભુજમાં આવેલા પ્રવાસન સ્થળો પર સહેલાઓની ભીડ જોવા મળી હતી. ભુજમાં આવેલા આયનામહેલ, પ્રાગમહેલ, કચ્છ મ્યુઝીયમ, સ્વામિનારાયણ મંદિર સહિતના સ્થળો જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.