અમદાવાદના ઠક્કરબાપાનગરમાં મળેલી બિનવારસી લાશનો ભેદ ઉકેલાયો
અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં 22મી ઓક્ટોબરના રોજ મળેલી બિનવારસી લાશ મામલે ભેદ ઉકેલાયો છે. યુવકની હત્યા કરવામાં આવી હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા પોલીસે ગુનો દાખલ કરી હત્યારા યુવકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે નશો કરવા માટે પૈસા માંગ્યા હતા અને મૃતકે પૈસા ન આપતા ગળું દબાવી તેની હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે.
આ પણ વાંચો: PM મોદી 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ
પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલ્યો
સુરેશ ઉર્ફે લંગડો વિરવાણી કૃષ્ણનગર પોલીસની ગિરફતમાં આવી ગયો છે. 22મી ઓક્ટોબરના રોજ સાંજના સમયે કૃષ્ણનગર પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે એક યુવકની લાશ ઠક્કરબાપાનગરના બસ સ્ટોપ આગળ પડી છે. જેથી પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલીને મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી, તેવામાં પીએમ રિપોર્ટમાં મૃતકને ગળે ટૂંપો આપતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા પોલીસે ઘટના સમયના સીસીટીવી ફૂટેજ અને આસપાસના વેપારીઓની પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો છે.
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં સિંગતેલના ભાવમાં ભડકો, ભાવ જાણી લાગશે આંચકો
દુકાનોના વેપારીઓની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી
પકડાયેલો આરોપી સુરેશ ઉર્ફે લંગડો હત્યા કર્યા બાદ આસપાસમાં જ ફરતો હતો અને તેણે એક દુકાનના વેપારીની સામે જ પોતે આ યુવકની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે ઘટના સ્થળની આસપાસની દુકાનોના વેપારીઓની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી અને જે આધારે પોલીસે ઠક્કરબાપાનગર વિસ્તારમાંથી હત્યારા યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
કોર્ટમાં રજૂ કરી આગળની પ્રક્રિયા હાથ ધરી
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે તે પોતે દારૂ પીવાનો બંધાણી હોવાથી મૃતક પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા. જે પૈસા મૃતકે ન આપતા તેણે તેની સાથે મારામારી કરીને ઝપાઝપી કરી ગળુ દબાવ્યું હતું. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી આગળની પ્રક્રિયા હાથ ધરી છે.