ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ઉપરાષ્ટ્રપતિ ધનખડ આબુમાં બ્રહ્માકુમારી સંસ્થાની મુલાકાતે

Text To Speech

પાલનપુર : રાજસ્થાનના આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીઝ સંસ્થાના 85 મા વાર્ષિકોત્સવ સમારોહમાં સંબોધન માટે મંગળવારે દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચ્યા હતા. અને હવાઈ પટ્ટી ખાતે ઉતરાણ કર્યું હતું. જ્યાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના બધા અધિકારીઓ સહિત સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢા, આબુ- પિંડવાડાના ધારાસભ્ય સમારામ ગરાસિયા, રેવદર-આબુરોડના ધારાસભ્ય જગસીરામ કોલી સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના 85 મા વાર્ષિકોત્સવ સમારોહમાં સંબોધન કરશે

ઉપરાષ્ટ્રપતિ -humdekhengenews

જેમને ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સંસ્થાના વાર્ષિક સમારોહમાં સંબોધન કરશે. ત્યારબાદ સંસ્થાના વડા ડોક્ટર દાદી રતન મોહિનીજીના આશીર્વાદ લેશે. તેમ જ પિતાશ્રી બ્રહ્માબાબાના સમાધિ સ્થળ શાંતિસ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરીને દેલવાડા મંદિર ખાતે જશે. એક દિવસની ટૂંકી મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ સાંજે ચાર વાગ્યા આસપાસ દિલ્હી જવા રવાના થશે.

ઉપરાષ્ટ્રપતિ -humdekhengenews

ઉપરાષ્ટ્રપતિ -humdekhengenews

આ પણ વાંચો : સુરત પોલીસ કમિશનની અનોખી પહેલ : ડ્રગ્સ સામે જાગૃતિનો સંદેશ આપતા કહ્યું, નશો કરવો હોય તો ક્રિકેટ અને ફૂટબોલનો કરો

 

Back to top button