ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

#whatsappdown : ટ્વિટર પર ‘WhatsApp ને ગ્રહણ નડ્યું’  તેવાં મીમ્સ બનાવી લોકોએ ઊડાવી મજાક

Text To Speech

WhatsAppની સેવાઓ હાલ બંધ પડી ગઈ છે. Whatsapp નું સર્વર થયું ડાઉન થયું હોય તેની ટ્વિટર પર ઢગલાબંધ ફરીયાદો આવી છે. તેથી ઘણાં WhatsAppનાં યુઝર્સો થોડા સમય માટે ટ્વિટર પર સ્થળાંતરિત થયાં છે. જ્યાં ટ્વિટર પર ટ્વિટરનાં યુઝર્સો એ #whatsappdown વાળા મીમ્સનો ઢગલો કરી દીધો છે. જેમાં મીમર્સ અવનવાં મીમ્સ બનાવીને સર્વર ડાઉનની મજાક ઊડાવી રહ્યાં છે.

WhatsApp ને ગ્રહણ નડ્યું 

મીમર્સ  હવે આજનાં સૂર્ય ગ્રહણને મધ્યમાં રાખીને મીમ્સ બનાવી રહ્યાં છે. સર્વર ડાઉન થતાં ટ્વિટર પર એવા મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે કે આજનાં સૂર્ય ગ્રહણની અસર શરૂ થઈ ગઈ છે, કારણ કે સૂર્ય ગ્રહણનાં કારણે  WhatsApp નું સર્વર ડાઉન થયું છે.

 

આ પણ વાંચો : Whatsapp નું સર્વર થયું ડાઉન : યુઝર્સ થયાં પરેશાન

અત્રે ઊલ્લેખનીય છે કે દેશમાં છેલ્લાં એક કલાકથી વોટ્સએપનું સર્વર ડાઉન થઈ ગયું છે. કેટલાક વપરાશકર્તાઓએ મેસેજિંગ પ્લેટફોર્મ પર મેસેજ મોકલવામાં અથવા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થવાની જાણ કરી છે. . 3 હજારથી વધુ લોકોએ તેનો રિપોર્ટ પણ નોંધાવ્યો છે. વોટ્સએપ કામ ન કરવાના સમાચાર ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહ્યા છે. જો કે હજી સુધી આ અંગે વોટ્સએપ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

Back to top button