દિવાળી પાર્ટીમાં હાથમાં હાથ નાખી જોવા મળ્યા મલાઈકા-અર્જુન, તેમના લૂકથી પ્રભાવિત થયા ચાહકો
છેલ્લા એક અઠવાડિયાથી બોલિવુડ સ્ટાર જુદી જુદી જગ્યા પર દિવાળી પાર્ટી કર્તા જોવા મળી રહ્યા છે. સોનમ કપૂરએ પણ પોતાના ઘરે દિવાળી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. સોનમની પાર્ટીમાં મલાઇકા અરોરા અને અર્જુન કપૂર પણ આવ્યા હતા. મલાઇકા – અર્જુનને ટ્રેડીશનલ લુકમાં જોઈને તેમના ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો.
સોનમની પાર્ટીમાં અર્જુન – મલાઇકા
સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં ઘણા બોલિવુડ સ્ટારએ પોતાની હાજરી આપીને પાર્ટીને વધુ ખાસ બનાવી હતી. તેમાંથી એક મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ હતા. મલાઈકા અરોરનો ડ્રેસ ખુબ જ સ્ટાઇલિસ્ટ લાગી રહ્યો હતો. ટ્રેડીશનલ લુકમાં અર્જુન મલાઇકાને સાથે જોઇને તેમના ચાહકોનો જાણે દિવસ બની ગયો હતો.
દિવાળી પાર્ટીમાં એક તરફ જ્યારે મલાઈકા લીલા કલરના ડ્રેસમાં જોવા મળી હતી. ત્યારે અર્જુન કપૂરએ કાળા કલરનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો. બંને એક સાથે ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. મલાઇકા – અર્જુન હાથમાં હાથ નાખીને મીડિયા સામે પોઝ આપ્યા હતા. બંનેના ટ્રેડીશનલ લુકને ચાહકો તેમનો પ્રેમ લાઈક અને કમેન્ટ કરી દર્શાવી રહ્યા છે.
મલાઇકાનો કાતિલ લૂક
49 વર્ષીય મલાઇકા હજુ પણ એટલી જ ફિટ છે. તે કોઈ પણ ડ્રેસને ખુબ કોન્ફીડન્સ સાથે પહેરતી હોવાથી તે વધુ સુંદર લાગે છે. દિવાળી પાર્ટીમાં પણ તેનો આ કોન્ફીડન્સ દેખાઈ રહ્યો છે. તેણે એક ડીપ નેક બ્લાઉઝ સાથે ગ્રીન કલરની સ્ટાઇલીસ્ટ સ્કર્ટ પહેર્યું હતું. આ સાથે જ નેકપીસ અને કાનમાં મેંચિંગ બુટ્ટીઓ સાથે સુંદર હેરસ્ટાઇલ તેની સુંદરતા વધારી રહ્યા હતા. આ સાથે જ મલાઈકા જેટલી સુંદર લાગી રહી હતી સાથે જ અર્જુન કપુર ખૂબ જ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. ખરેખર આ બંનેના લુક પર ચાહકો મન મુકીને પ્રેમ વર્ષાવી રહ્યા છે.
આ પણ વાંચો: મલાઈકા અરોરાના જન્મદિવસ પર અર્જુન કપૂરએ કહ્યું “તુ બસ મારી જ રહેજે…”