આજે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં ગ્રહણનો સમય; અહીંથી જોઈ શકાશે લાઈવ
અમદાવાદઃ વર્ષનું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ આજે એટલે કે 25 ઓક્ટોબર 2022નાં રોજ છે. સૂર્ય ગ્રહણનું સૂતક કાલ ગ્રહણથી 12 કલાક પહેલાં જ શરૂ થઈ જાય છે. ભારતમાં પણ આ સૂર્ય ગ્રહણ જોઈ શકાશે. જ્યોતિષમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. આ કારણે ગ્રહણ દરમિયાન શુભ કાર્ય અને પૂજાપાઠ વર્જિત માનવામાં આવે છે. માન્યતા છે કે સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થાય છે, જે કારણે સૂર્યની શુભતામાં ઘટાડો આવો છે. આવો જાણીએ સૂર્ય ગ્રહણનો સમય….
સૂર્ય ગ્રહણનો સમય
ભારતમાં સૂર્ય ગ્રહણ બપોરે 2 વાગ્યાને 29 મિનિટથી આરંભ થશે અને લગભગ 4 કલાક 3 મિનિટ સુધી ચાલશે. આ વખતે સૂર્યાસ્ત થયા બાદ પણ ગ્રહણ હશે. સાંજે 6 વાગ્યાને 32 મિનિટે ગ્રહણ સમાપ્ત થશે.
ભારતમાં આ જગ્યાએ દેખાશે સૂર્ય ગ્રહણ
આંશિક સૂર્ય ગ્રહણ મુખ્ય રૂપે યુરોપ, ઉત્તર-પૂર્વી આફ્રિકા અને પશ્ચિમ એશિયાના કેટલાંક વિસ્તારોમાં જોવા મળશે. ભારતમાં ગ્રહણ નવી દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ, ઉજ્જૈન, વારાણસી, મથુરામાં જોવા મળશે. પૂર્વી ભારતના વિસ્તારને છોડીને સમગ્ર ભારતમાં આ સૂર્ય ગ્રહણ જોઈ શકાશે.
સૂર્ય ગ્રહણ લાઈવ કઈ રીતે જોવું
NASA અને Timeanddate.com બંનેએ સૂર્ય ગ્રહણ નિહાળવા માટે લાઈવ સ્ટ્રીમ લિંક જાહેર કરી છે. જેની મદદથી દુનિયા ભરના લોકો આ અદ્ભૂત ખગોળીય ઘટના જોઈ શકશે. આ ઉપરાંત તમે ‘Royal Observatory Greenwich’ ની યૂટ્યૂબ ચેનલ પર પણ સૂર્ય ગ્રહણ લાઈવ જોઈ શકશો.
સૂર્ય ગ્રહણ સમયે શું કરવું અને શું નહીં
સૂર્ય ગ્રહણ સમયે વૃદ્ધ, ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકોએ છોડીને તમામ લોકોએ સુવાનું, ખાવા-પીવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓએ તો ખાસ ગ્રહણ સમયે એક જ જગ્યાએ બેસી રહેવું જોઈએ. સાથે જ બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. જેના કારણે ગ્રહણની અસર તેમના પર પ્રભાવહિન રહેશે.
ખગોળીય ઘટના ડાયરેક્ટ કે ટેલીસ્કોપથી ન જોવી
આકાશમાં થનારી ખગોળીય ઘટનાને ક્યારેય ડાયરેક્ટ ન જોવું, કેમકે સૂર્યની કિરણ આંખોને નુકસાન પહોંચી શકે છે. સૂર્ય ગ્રહણને ટેલીસ્કોપથી પણ ન જોવું જોઈએ. સૂર્ય ગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ.
ગ્રહણકાળ દરમિયાન ચાકૂ, છરી જેવી તેજ ધારવાળી વસ્તુઓનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. આ દરમિયાન ભોજન અ પાણીનું સેવન કરવાથી બચવું જોઈએ. ગ્રહણકાળ દરમિયાન સ્ના અને પૂજા પણ ન કરવા, કેમકે ગ્રહણકાળ સમયે આ કાર્યોને શુભ નથી માનવામાં આવતું. ગ્રહણકાળ સમયે આદિત્ય હ્રદય સ્તોત્રના પાઠ કરી શકો છો.