દિવાળીની સાંજે અમદાવાદમાં 11 જગ્યાએ આગની ઘટના
ગુજરાતમાં હાલ દિવાળીનો માહોલ છે તે વચ્ચે ગતરોજને દિવાળીની મોડી રાત્રે અમદાવાદની એક જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ અમદાવાદના અનેક વિસ્તાર ખાતે મોડી રાત્રે આ ઘટના બનવા પામી હતી જેના કારણે જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.
દિવાળીની સાંજે આગની ઘટના
દિવાળી રાતે ગુજરાતભરમાં ખુશીનો માહોલ હતો. લોકો ઉત્સાહથી ફટકડા ફોડીને પરિવાર સાથે આનંદ કરતા જોવા મળ્યા હતા. પરંતુ બીજી તરફ, ફટાકડા ફોડવાનો આનંદે આગના બનાવને આમંત્રણ આપ્યુ હતું. ગુજરાતના અમદાવાદ શહેરમાં દિવાળીની રાતે આગનો બનાવ બન્યો હતો. જોકે, સદનસીબે આ બનાવોમાં કોઈ જાનહાનિ થઈ નથી.
અમદાવાદમાં 11 મકાનોમાં આગ
અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. માણેકપુરની ચાલીના આવેલા 11 મકાનોમાં આગ લાગી હતી. મકાનમાં આગ લાગ્યા બાદ 5 ગેસ સિલિન્ડર ફાટ્યા હતા. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગના બનાવ બાદ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો: ડીસાના ઢુવા રોડ પર દિપક ફટાકડામાં એસઓજી પોલીસનો દરોડો