મનોરંજન

શું ફરી એક્સ બોયફ્રેન્ડ શિખર પહરિયાને ડેટ કરી રહી છે જાહ્નવી કપૂર? જાણો સત્ય

Text To Speech

બોલિવૂડના કોરિડોરમાં દિવાળીની ધૂમ ચાલી રહી છે. બી ટાઉનના સ્ટાર્સ દિવાળીની ઉજવણીમાં ડૂબેલા છે. દિવાળીના અવસર પર ઘણી ફિલ્મી હસ્તીઓએ શાનદાર પાર્ટીઓનું આયોજન કર્યું હતું. બોલિવૂડની દિવાળી પાર્ટીઓ સ્ટાર્સના ચમકારાથી ઝળહળી ઉઠી હતી. તેવામાં જાહ્નવી કપૂર તેના એક્સ બોયફ્રેન્ડ શિખર પહરિયા સાથે અમૃત પાલ બિન્દ્રાની દિવાળી પાર્ટીમાં હાજરી આપીને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્હાન્વી અને શિખર પરિહારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં ટ્રેડિશનલ અવતારમાં પહોંચ્યાં સેલિબ્રિટીઓ, જુઓ સેલેબ્સના લુક્સ

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જ્હાન્વી એક્સ બોયફ્રેન્ડ સાથે જોવા મળી 

જ્હાન્વી કપૂર તેના એક્સ બોયફ્રેન્ડ શિખર પહરિયા સાથે લેખક-નિર્માતા અમૃત પાલ બિન્દ્રાની દિવાળી પાર્ટીમાં આવી હતી. જ્હાન્વીને તેના એક્સ બોયફ્રેન્ડ સાથે પાર્ટીમાં હાજરી આપીને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્હાન્વી અને શિખર પહરિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જ્હાન્વી કપૂર ચમકદાર સાડીમાં કારમાં બેઠેલી જોવા મળી રહી છે. જ્હાન્વીની સાથે શિખર પરિહાર પણ છે, જે કાર ચલાવી રહ્યો છે.

કોણ છે જ્હાન્વી કપૂરનો એક્સ બોયફ્રેન્ડ શિખર પરિહાર?

જ્હાન્વી કપૂર અને શિખર પહરિયા એક સમયે એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. શિખર પરિહાર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે. જો કે હવે ફરી એકવાર જ્હાન્વી અને શિખરને એકસાથે જોતા તેમની વધતી નિકટતાના સમાચાર ફરી વાયરલ થવા લાગ્યા છે. હવે તેમના સંબંધોનું સત્ય શું છે, આ તો જ્હાન્વી જ કહી શકે છે.

જ્હાન્વી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘મિલી’માં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી પહેલીવાર તેના પિતા બોની કપૂર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મ 4 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થશે. મિલી ઉપરાંત જાહ્નવી વરુણ ધવન સાથે પણ ફિલ્મ ‘હંગામા’માં પણ જોવા મળશે. આ ઉપરાંત જ્હાન્વી રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં પણ કામ કરી રહી છે. એકંદરે, જ્હાન્વી પાસે અત્યારે ઘણી બધી ફિલ્મો છે.

Back to top button