ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

કોંગ્રેસના આ પ્લાને ભાજપના દિગ્ગ્જ નેતાઓને ચકરાવે ચઢાવ્યા

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા માહોલ ગરમાયો છે. જેમાં રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં તૈયારીઓ કરવા લાગી ગઈ છે. તેમાં કોંગ્રેસ પણ આ વખતે ભાજપ જેવી રણનીતિ અપવાની રહી છે. ગુજરાતની ચૂંટણી આ વખતે કોંગ્રેસે પણ ભાજપની જેમ વ્યૂહરચના બનાવી રહી છે. જેમાં તે ભાજપના પેજ પ્રમુખની જેમ પેજના ઈન્ચાર્જ અને સંયોજક બનાવી રહ્યા છે. જેઓ બુથ લેવલે કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરશે.

આ પણ વાંચો: NRG મતબેંકનું ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જાણો કેટલું મહત્ત્વ

ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન કરીને મતદારો સુધી પહોંચવા પ્રયાસ

ગુજરાતમાં ચૂપચાપ દેખાતી કોંગ્રેસ આ વખતે સાયલન્ટમાં કામ કરી રહી છે. જેમાં ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન કરીને મતદારો સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે. કદાચ એટલા માટે જ પીએમ મોદી પણ ભાજપના કાર્યકરોને ચૂંટણીને હળવામાં ન લેવા માટે કહી રહ્યા હતા અને તેમને વધુ આકરી મહેનત કરવા જણાવી રહ્યા હતા. આ વખતે કોંગ્રેસ પેજના ઈન્ચાર્જ, સંયોજક બનાવી રહી છે. છેલ્લા 6 મહિનાથી તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલમાં જ 5મી સપ્ટેમ્બરે 1 લાખ લોકોને જેઓ બુથ મેનેજમેન્ટ સંભાળતા હોય, કોંગ્રેસના શુભેચ્છકો હોય તેમનું મહાસંમેલન રિવરફ્રન્ટ પર બોલાવ્યું હતું.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી આવતા રાજ્યમાં 17 IPS અધિકારીઓની સાગમટે બદલી

કોંગ્રેસ આ વખતે કઇ નવુ કરવા જઇ રહી છે

182 વિધાનસભા માટે દરેક કામનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. તેનું વેરિફિકેશન પણ થાય છે. બુથ સંભાળનારનું પ્રોફેશનલ માણસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. તેમજ  PM મોદીએ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, આ વખતે કોંગ્રેસ કોઈ સભાઓ નથી કરતી, કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરતી અને કરે તોય મોદી પર હુમલો નથી કરતી, અપશબ્દોનો ઉપયોગ નથી કરતી. એણે એક નવી ચાલાકી કરી છે, બોલવું નહીં, હોબાળા કરવા નહીં અને ચૂપચાપ ખાટલા બેઠક કરવી, ગામડે ગામડે પોતાના લોકોને પહોંચાડી દેવા. તેમની ચાલાકીએ સમજજો. તેવા સુરમાં વડાપ્રધાને પણ માન્યું હતુ કે કોંગ્રેસ આ વખતે કઇ નવુ કરવા જઇ રહી છે.

Back to top button