ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

NRG મતબેંકનું ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જાણો કેટલું મહત્ત્વ

Text To Speech

ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી છે જોગાનુજોગ કેટલાક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ પણ યોજવાના છે. એવામાં બીજેપીએ તમામ સીટ પર વસતા નોન રેસીડેન્સીયલ ગુજરાતી એટલે કે NRG ના વોટ મેળવવા કવાયત શરુ કરી છે. આમ તો કોઈ એવી ચોક્કસ સીટ નથી કે જેની પર NRG મતદારો હારજીત નક્કી કરી શકે પરંતુ એવી કેટલીક સીટ હોય કે જેમાં પાતળી સરસાઈથી હારજીત થવાની હોય તેમાં ચોક્કસ એ મતદારો ઉપયોગી સાબિત થઇ શકે છે અને એટલે જ બીજેપી જીત માટે કોઈ મોકો ચૂકવા નથી માંગતી.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી આવતા રાજ્યમાં 17 IPS અધિકારીઓની સાગમટે બદલી

તમામ NRG ગુજરાત આવે એ જરૂરી નથી

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી તમામ દિશામાં જોર લગાવી રહી છે અને કોઈ મતદારોનો સાથ ના છૂટે તેના માટે અત્યારથી જ કવાયત આરંભી છે. એ ભલે પછી નાના સમાજ હોય કે મોટા સમાજ તમામ સમાજ સાથે રહે તેના માટે તમામ દિશામાં કામ બીજેપી દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજેપીએ વિદેશમાં વસતા ગુજરાતીઓ પર પોતાનું ફોકસ વધાર્યું છે. બીજેપી ઈચ્છી રહી છે કે આગામી ચૂંટણી સમયે ગુજરાત મુલાકાતે આવનારા NRG ના મતો તેમને મળી શકે. ડિસેમ્બર માસમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે અને એ ચૂંટણી સમયે જ પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવનાર છે અને તેમાં મોટા પ્રમાણમાં NRG ગુજરાત મુલાકાતે આવશે. તે સિવાય પણ ડિસેમ્બર માસમાં ગુજરાતીઓ વતન મુલાકાતે આવતા હોય છે જેના મત બીજેપીને મળે તેના માટે પ્રદેશ બીજેપીનું ઓવરસીઝ વિભાગ અત્યારથી કામે લાગી ગયું છે. ગુજરાતમાં કુલ 45થી 50 હજાર જેટલા NRG છે. જિલ્લા મુજબજોઈએ તો આણંદ જિલ્લામાં સૌથી વધારે NRG છે. તમામ NRG ગુજરાત આવે એ જરૂરી નથી. પરંતુ જે પણ ગુજરાત મુલાકાતે આવે તેના મત મળી શકે તેના પ્રયાસ બીજેપી દ્વારા ચોક્કસ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે બનાસકાંઠામાં મહત્ત્વની બેઠક કરી

તમામ મુદ્દા સાથે NRG મતદારોનો સંપર્ક પ્રદેશ બીજેપી કરશે

ગુજરાત સરકાર દ્વારા NRG માટે વિષેશ યોજનો પણ જાહેર કરી છે. પોતાના વતનના વિકાસ માટે જો કોઈ NRG તૈયાર થાય તો જે પણ રકમ ખર્ચે તેના પર 20 ટકા રાજ્ય સરકાર આપે છે. સાથે જ NRG કાર્ડ જે કઢાવે તેને હોસ્પિટાલિટી આરોગ્ય ઉદ્યોગ સહિતની બાબતમાં સરકાર મદદ કરે છે અને તેમાં ડિસ્કાઉન્ટ પણ આપે છે. જેથી NRG આકર્ષાઇ રહ્યા છે. આ સિવાય કેન્દ્ર સરકારે પણ સ્ટાર્ટ અપ અંતર્ગત પણ NRIને વિશેષ લાભ આપવામાં આવે છે. જેમાં લોનની મદદ આપવામાં આવે છે એ સિવાય ટેક્ષમાં પણ રાહત આપવામાં આવે છે. કોઈપણ રાજ્યમાં રોકાણ કરવું હોય તો તે રાજ્યનો લોજેસ્ટીક સપોર્ટ પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. જેથી ભારતમાં રોકાણ વધી શકે અને સ્ટાર્ટ અપ વધી શકે સાથે જ વિદેશમાં વસતા દેશવાસીઓને હાલાકી પડે તો એવામાં પણ કેન્દ્ર સરકાર અનેક ક્ષેત્રે મદદ કરે છે. જેના કારણે NRI કેન્દ્ર સરકારથી પ્રભાવિત છે જેથી તેમનો ઝુકાવ બીજેપી તરફે રહે તે સ્વભાવિક છે. આ તમામ મુદ્દા સાથે NRG મતદારોનો સંપર્ક પ્રદેશ બીજેપી કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રહણકાળ દરમિયાન એક માત્ર મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે, જાણો શું છે સમય

NRG મતદારોનો ઝુકાવ બીજેપી તરફે

આમ બીજેપી દ્વારા ગુજરાત ચૂંટણી સમયે રાજ્યની મુલાકાતે આવતા NRG મતદાન માટે બહાર આવે અને બીજેપીને મત આપે તેના માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ વિદેશ બાબતના મુદ્દા સાથે પ્રચાર પણ જોરશોરથી બીજેપી કરશે જેથી સ્થાનિક અને NRG મતદારોનો ઝુકાવ બીજેપી તરફે રહે ભલે ઓછા મત હોય પરંતુ જે પણ મત છે એ પોતાની ઝોળીમાં રહે તેવા પ્રયાસ આરંભવામાં આવ્યા છે.

Back to top button