દિવાળીધર્મ

જો સવારના મુહૂર્ત ચુકી ગયા છો તો આ સમય પર કરી શકો છો લક્ષ્મીપૂજન અને ગણેશ પૂજા

Text To Speech

આજ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન અને ગણેશ પૂજા નું ખુબ મહત્વ છે. આજ સાંજે 5.30વાગ્યાથી અમાસ શરુ થશે. સાંજે લક્ષ્મીપૂજન સમયે ચિત્રા નક્ષત્ર રહેશેઅને પાચ રાજયોગ પણ બની રહ્યા છે.

લક્ષ્મીપૂજા ચિત્રા નક્ષત્રમાં થશે. એના સ્વામી મંગળ છે. મંગળને કારણે પ્રોપર્ટી અને ઇલેક્ટ્રોનિક્સ કારોબારમાં તેજીના યોગ બનશે. વેપારનો કારક બુધ પણ આ દિવસે ઉચ્ચ રાશિમાં રહેશે, જેથી મોટી લેવડ-દેવડ અને રોકાણ માટે આખું વર્ષ શુભ રહેશે. બિઝનેસમાં પણ ફાયદો મળશે. ગુરુ અને શુક્રના કારણે ખરીદીથી સુખ-સમૃદ્ધિ વધશે. શનિના પ્રભાવથી ખરીદી-વેચાણનો ફાયદો લાંબા સમય સુધી મળશે.

જાણો દિવાળીના શુભ મુહૂર્ત અને દુર્લભ રોજયોગ વિશે !- humdekhengenews

દિવાળી શુભ મુહૂર્ત 24-10-2022 સોમવાર

  1. સવારના 06.40 થી સવારના 08.06 (અમૃત)
  2. સવારના 09.31થી સવારના 10.57 (શુભ)
  3. બપોરના 01.52 થી સાંજના 07.41 (ચલ,લાભ, અમૃત,ચલ)
  4. રાત્રિના 10.49થી રાત્રિના 12.23 (લાભ)

શુભ ચાર ગ્રહ યોગ

આજે આ શુભ ચાર ગ્રહોન યોગ બની રહ્યા છે. જેમાં પહેલા બુધની આગળ સૂર્ય-શુક્રની રાશિમાં આવવાથી આર્થિક પ્રગતિનો સરવાળો થશે. શુક્ર અને બુધ લોકોના ધંધાકીય અને આર્થિક બળમાં સુધારો કરશે. ગુરુ અને બુધ પોતપોતાની રાશિમાં સામસામે રહેશે. આ વિશેષ ધન યોગની અસરથી વ્યાપારિક સ્થિતિ મજબૂત થશે. મંદીનો અંત આવશે. આઈટી સેક્ટરમાં બજારો વધશે. સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં મજબૂતી આવશે. શનિની દ્રષ્ટિ ગુરુ પર રહેશે. તેથી દિવાળીના લગભગ ત્રણ મહિના પછી ચાંદીના ભાવમાં વધારો થશે. અન્ય ધાતુઓના ભાવ અસ્થિર રહેશે.

Back to top button