અમદાવાદમાં ધારાસભ્યએ કહ્યું મારું રૂ.5 કરોડનું કામ કરો
અમદાવાદમાં પણ વિધાનસભાની ચૂંટણીનો રંગ લાગ્યો છે. જેમાં વિવિધ રાજકીય પક્ષો પોતાના મત વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યાં છે. તથા લોકહિતના કામોઝડપથી થાય તે માટે પ્રયાસો કરી રહ્યાં છે. તેવામાં દૂધેશ્વર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ બાબતે રાજકારણ બંધ કરી મારા મંજુર થયેલા રૂા. 5 કરોડના કામો ઝડપથી પૂર્ણ કરો તેમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહે વડોદરામાં ટિકિટ બાબતે પત્તા ખોલ્યા
જાણો શું કહ્યું ધારાસભ્યે
જયભારત સાથે જણાવવાનું કે મ્યુનિ. સંકલન સમિતિમાં મારી અવારનવાર રજૂઆતને પગલે મ્યુનિ. કમિશનર દ્વારા કન્સલન્ટન્ટની નિમણુંક કરી શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ કમુમીયાની ચાલી, ભગુભાઈની ચાલી, નકળંગપુરા અને રામલાલના ખાડા સહિત વિવિધ વિસ્તારો માટે રૂ. 5 કરોડની ગ્રાન્ટ મંજુર કરી હોવા છતાં પણ કમુમીયાની ચાલી અને ભગુભાઈની ચાલીમાં રાજકીય કારણોસર કામ મંદ ગતિએ થઈ રહ્યા છે. આશ્ચર્યજનક રીતે મંજુર થયેલા કામોમાંથી નકળંગપુરા અને રામલાલના ખાડામાં તો કામો હજુ સુધી શરુ પણ કરવામા આવ્યા નથી.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિમાં ‘કમો’ છવાયો
રસ્તાઓને પરિણામે જનતા ત્રાહિમામ પોકારી ગઈ
શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં પોલ્યુશનયુક્ત પાણી, ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા અને ખાડાટેકરાવાળા રસ્તાઓને પરિણામે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. લોકો પ્રદૂષિત પાણી પીવાને કારણે અવારનવાર પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે. ડ્રેનેજ લાઈનોમાંથી પાણીની લાઈનો પસાર થાય છે. ગટરોઉભરાવવાને કારણે નાગરિકો ગંદકી અને દૂર્ગંધથી ત્રાહિમામ પોકારી ગયા છે. મારી આપ સાહેબ સમક્ષ માંગણી છે કે યુદ્ધના ધોરણે કમુમીયાની ચાલી અને ભગુભાઈની ચાલીમાં કામ ઝડપથી પૂરુ કરવામાં આવે અને મંજુર થયેલા કામોમાંથી નકળંગપુરા અને રામલાલના ખાડામાં કામ ઝડપથી શરુ કરી પ્રજાની હાલાકી દૂર કરવામાં આવે.