મેલબોર્નમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી જેણે 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા જે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધા હતા.
"Special win. Thank you to all our fans for turning up in numbers," tweets Indian batsman Virat Kohli who scored an unbeaten 82 in the match where India beat Pakistan by 4 wickets pic.twitter.com/KOD6xZRQr5
— ANI (@ANI) October 23, 2022
એક તરફ જ્યાં દરેક જગ્યાએ ટીમ ઈન્ડિયાની આ જીતની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ રાજકીય ગલિયારામાં પણ આ જીતની ઉજવણી થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર સતત અભિનંદનનો દોર ચાલી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની આ જીત પર ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે T20 વર્લ્ડ કપ શરૂ કરવાનો સૌથી સારો રસ્તો છે. દિવાળી શરૂ થઈ ગઈ છે. વિરાટ કોહલીએ શું ઈનિંગ્સ રમી છે..સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
Union Home Minister Amit Shah congratulates Team India on beating Pakistan.
"A perfect way to start the T20 World Cup…Deepawali begins. What a cracking innings by Virat Kohli," tweets Union HM Amit Shah pic.twitter.com/G7sQMxLXLv
— ANI (@ANI) October 23, 2022
તો સાથે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને લખ્યું છે કે… જીતવાની આદત જ છે… ગર્વ છે તમારા પર ટીમ ઈન્ડિયા… જય હો.
जीतने की आदत जो है…
आप पर गर्व है #TeamIndia!
जय हो…
— Yogi Adityanath (@myogiadityanath) October 23, 2022
કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વિટ કર્યું કે ગોવામાં કેથોલિક યુનિવર્સિટીમાં એક કોન્ફરન્સને સંબોધિત કર્યા બાદ તેમણે કહ્યું કે હું ભારત પાકિસ્તાન મેચ જોવા માટે મારી ફ્લાઈટને જવા દીધી છે. હવે આગામી ફ્લાઇટ સવારે 9:55 વાગ્યે છે. મારે આ ટુર્નામેન્ટની આ મેચ જોવી હતી.
After addressing a conference of Catholic universities in Goa this morning I declined the scheduled flight which would have meant missing the #indvspakmatch entirely. Even though the next flight is only at 9.55pm I was thrilled to see one of the great matches of this tournament pic.twitter.com/PBlIcVOxJt
— Shashi Tharoor (@ShashiTharoor) October 23, 2022
આ સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે શું શાનદાર મેચ હતી. વિરાટની શાનદાર રમતના કારણે ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી હતી. વિશ્વ T20માં ભારતની વિજયી શરૂઆત માટે ટીમ ઈન્ડિયા અને તમામ દેશવાસીઓને અભિનંદન. આ જીતનો સિલસિલો યથાવત રાખીને વર્લ્ડ કપ જીતીશું.
क्या ग़ज़ब का मैच था। ????????
विराट के बेहतरीन खेल ने पाकिस्तान के ख़िलाफ़ भारत को शानदार जीत दिलाई। वर्ल्ड T-20 में भारत की विजयी शुरुआत के लिए टीम इंडिया और सभी देशवासियों को बधाई। जीत के इसी सिलसिले को बनाए रखते हुए हम वर्ल्ड कप भी जीतकर लाएँगे। ???????? pic.twitter.com/VfRnNr9dVT
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 23, 2022
આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે પાકિસ્તાન સામેની મેચનો રોમાંચ ગજબ હતો. દબાણમાં શું જીત મેળવી છે.. ખૂબ જ સરસ ટીમ ઈન્ડિયા. આવનારી મેચો માટે શુભેચ્છાઓ.
What a thriller of a match against Pakistan!
One of the greatest victories under pressure. Well done, #TeamIndia
Best of luck for the matches ahead.
— Rahul Gandhi (@RahulGandhi) October 23, 2022
પ્રિયંકા ગાંધીએ તે ઉત્તમ લખ્યું છે. છેવટ સુધી લડીને કેવો અદ્ભુત વિજય મેળવ્યો છે. તમે દિવાળીની ખુશી બમણી કરી. ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આખા દેશને તમારા પર ગર્વ છે. જય હિન્દ.
बेहतरीन। अद्भुत।
अंत तक लड़कर क्या शानदार जीत दर्ज की। दिवाली की खुशियां दुगनी कर दीं आप लोगों ने।
भारतीय क्रिकेट टीम को ढेर सारी शुभकामनाएं। पूरे देश को आप पर गर्व है।
जय हिंद।#ICCT20WorldCup2022#ViratKohli
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 23, 2022
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે પાકિસ્તાન સામેની શાનદાર જીત પર ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન. અમારા ક્રિકેટરોનું પ્રદર્શન ખરેખર જોવા જેવું હતું. આગામી દિવસોમાં જીતનો સિલસિલો યથાવત રાખો.
Heartiest congratulations to Team India on their phenomenal victory against Pakistan.
The performance of our cricketers was truly a delight to watch.
May the team continue its victory streak in the days to come.
— Mamata Banerjee (@MamataOfficial) October 23, 2022
આ પણ વાંચો : IND vs PAK : ભારતની પાકિસ્તાન સામે ધારદાર જીત, દિવાળીની દેશને ભેટ