ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિમાં ‘કમો’ છવાયો

Text To Speech

ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. વિધાનસભા ચૂંટણીની તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની છે. તથા દિવાળીનો તહેવાર શરૂ થયો છે. ત્યારે હવે રાજકારણમાં કમાની એન્ટ્રી થઇ છે. ઇમ્પેક્ટ ફી મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં કમાનું નામ લઇને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો: સુરત: ભાજપ ધારાસભ્ય વિરુદ્ધમાં મરાઠીમાં લાગ્યા બેનર, પાટીલને આપી ચેતવણી

ઇમ્પેક્ટ ફી મુદ્દે ગરમાયું રાજકારણ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત ભાજપે કમાની સરખામણી રાહુલ ગાંધી સાથે કરી હતી. ત્યારે કોંગ્રેસે ઇમ્પેક્ટ ફી અંગે જણાવ્યુ કે, જે પ્રકારે વટહુકમ બહાર કાઢ્યો છે તે પ્રજા વિરોધી છે. બીજેપી જેને હાલ મજાકનું સાધન બનાવે છે તે પણ તેમના કરતા સારા વટહુકમ બહાર પાડી શકે છે. અંબાજીમાં ભાજપના નેતા જણાવ્યુ હતુ કે,”તે ગરીબી હટાઓ વિશે વાત કરે છે, પરંતુ પોતે 40 હજાર રૂપિયાની કિંમતનું ટી-શર્ટ પહેરે છે. એક વીડિયોની વાત કરીએ તો તેમાં સોનિયા ગાંધીને નિશાન બનાવતાં કહે છે કે, કમાની ‘મમ્મી’ ‘મનમોહન સિંહ’ને રિમોટથી કંટ્રોલ કરતી હતી”.

આ પણ વાંચો: ટ્રાફિક નિયમોને અંગે રાજ્ય ગૃહમંત્રીની જાહેરાત બાદ પોલીસ આ રીતે કરાવી રહી છે નિયમોનું પાલન

જે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે, કમો એક દિવ્યાંગ કલાકાર છે. રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રાને કારણે ભાજપના નેતાઓએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે.

Back to top button