ભારતીય સેનાના જવાનોએ 10,000 ફૂટની ઉંચાઈએ કરી દિવાળીની ઉજવણી…
જ્યારે ભારત તેમજ અન્ય દેશો દિવાળીની ધામધૂમથી ઉજવણી, તેમના મિત્રો અને પરિવાર સાથે કરી રહ્યા છે. આ સમયે જેમના લીઘે આપણે આપણા ઘરોમાં શાંતિથી દિવાળી ઉજવી રહ્યા છીએ તેવા આપણા દેશના જવાનો તેમના ઘરોથી માઈલો દૂર દિવાળી ઉજવી રહ્યા છે.
ભારતીય સેનાના જવાનોએ ભારે હિમવર્ષા વચ્ચે 10,000 ફૂટની ઉંચાઈ પર એલઓસી નજીકની છેલ્લી આર્મી પોસ્ટ પર દિવાળીની ઉજવણી કરી હતી. શનિવારથી ધનતેરસનો તહેવાર શરૂ થતાં, અખનૂર સેક્ટરમાં LOC પર તૈનાત સૈનિકોએ પણ આ શુભ અવસર પર દીપ પ્રગટાવ્યા હતા.
ભારતીય સેનાના જવાનોએ જમ્મુમાં LOC પર દિવાળી મનાવી દેશવાસીઓને શુભેચ્છાઓ આપી. આ સાથે તેમણે કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે બોર્ડર પર ઉભા છીએ. તમે ખુશીથી દિવાળી મનાવો.
Jammu and Kashmir | Indian Army soldiers posted along the Line of Control (LoC) in the Akhnoor sector burst crackers & lit earthen lamps as #Diwali festivities began with Dhanteras yesterday pic.twitter.com/ekmaKMJiJr
— ANI (@ANI) October 22, 2022
સેનાના જવાનોએ ધૂમધામપૂર્વક દિવાળી મનાવી
આપણા ભારતીય સેનાના જવાન આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની સુરક્ષા કરીને ઘરથી દૂર તહેવાર મનાવી રહ્યાં છે. આ સાથે દેશવાસીઓને આશ્વાસન પણ આપી રહ્યાં છે કે અમે બોર્ડર પર ઉભા છે, તમે શાંતિથી દિવાળી મનાવો. શનિવારે LOC પર તેનાત ભારતીય સેનાના જવાનોએ ધૂમધામપૂર્વક દિવાળી મનાવી દીવા પ્રગટાવ્યાં અને ફટાકડા પણ ફોડ્યા.
આ પણ વાંચો : 25 ઓક્ટોબરે બદ્રીનાથ-કેદારનાથ મંદિરના દરવાજા બંધ રહેશે
ચિંતા ન કરો, પૂર્ણ આનંદ સાથે દિવાળી મનાવો
આ દરમ્યાન મીડિયા સાથે વાતચીત કરતા કર્નલ ઈકબાલ સિંહે કહ્યું કે હું દેશવાસીઓને કહેવા માંગુ છુ કે ચિંતા ના કરશો અને સંપૂર્ણ હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર મનાવો. હું દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવવા માગુ છુ અને તેમને આશ્વસ્ત કરવા માંગુ છુ કે અમારા સૈનિક સંતર્ક છે અને સરહદ પર દેખરેખ રાખી રહ્યાં છે.