ગુજરાતદક્ષિણ ગુજરાત

અમૂલ બાદ સુમુલે પણ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, જાણો કેટલો કર્યો ભાવ

Text To Speech

સુરતની સુમુલ ડેરીએ ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રુ. 20 વધારો કર્યો છે તેમજ ગાયના દૂધના ફેટના ભાવમાં રૂ.10નો ભાવ વધારો કરતા પશુપાલકોમાં ખુશી જોવા મળી છે. સમગ્ર સુરત અને તાપી જિલ્લાના કુલ બે લાખ કરતા વધુ પશુપાલકો સુમુલ સાથે સંકડાયેલા છે. ત્યારે સુમુલ ડેરીના સંચાલકે ફેટના ભાવમાં વધારો કરાતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ નવો ભાવ વધારો 1 નવેમ્બર 2022થી લાગુ પડશેનું જાહેર કરવામાં આવ્યુ છે.

પશુપાલકોમાં આનંદો

 સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સુમુલ ડેરીના સંઘ દ્વારા દિવાળી સમયે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખી અનેક ઐતિહાસિક નિર્ણયો જાહેર કર્યા છે. સુમુલ ડેરી સાથે સંકડાયેલ દૂધ ઉત્પાદકોની આર્થિક પ્રગતિ થાય તે હેતુથી દૂધના ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોએ ભાવ વધારાની માંગણી કરી હતી તેને ધ્યાને લઈને સુમુલના ચેરમેન માનસિંહ પટેલ અને તેમના નિયામક મંડળ દ્વારા ગાયના દુધમાં કિલો ફેટે 10 અને ભેંસના દુધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ભાવ વધારો કરતા ગાયના ફેટમાં કિલોએ 740 હતા તે વધીને 750 રૂપિયા થઇ ગયા છે. જ્યારે ભેંસના કિલો ફેટે 760 હતા. જેના 780 રૂપિયા થઇ ગયા છે.

પશુપાલકોને દિવાળીની ભેટ

સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું છે કે પશુપાલનનો ધંધો ખૂબ જ કટોકટીમાંથી બહાર આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાને રાખી મંડળની વિચારણા બાદ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સુમુલ ડેરી તરફથી પશુપાલકોને દિવાળી ભેટ સ્વરૂપે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. પહેલી નવેમ્બરથી પશુપાલકોને આર્થિક ખૂબ મોટી રાહત થવા જઈ રહી છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એક્શનમાં અમિત શાહ, વડોદરામાં જીતની રણનીતિ

Back to top button