દિવાળીહેલ્થ

દિવાળીના તહેવારમાં ઉજવણી તો કરો પરતું આ વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી.

Text To Speech

તહેવારોની સિઝનમાં ઘણા લોકો હાઉસ પાર્ટીનું આયોજન કરી રહ્યા છે. તાજેતરમાં જ ઓમિક્રોનનો નવો સબ-વેરિયન્ટ સામે આવ્યો છે. ભારતમાં પણ ગુજરાતની અંદર તેનો પહેલો કેસ સામે આવી ગયો છે. નિષ્ણાતો પણ આ તહેવારોની સિઝનમાં વિશેષ સાવચેતી રાખવાનું જણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે દિવાળી પર ઘરે પાર્ટીનું આયોજન કરી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખજો.

કોરોનાની મહામારીના કારણે 2 વર્ષ સુધી લોકો તેહેવારોને સારી રીતે ઉજવી શક્યા ન હતા. માટે આ વર્ષની દિવાળી ખાસ છે. દરેક લોકો દિવાળીને લીધે ખુબ જ ખુશ છે અને માર્કેટમાં પણ દિવાળીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે દિવાળી માટે લોકો ખુબ વધારે પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. પરંતુ ફરી એક વાર ઓમિક્રોનના નવા સબ-વેરિયન્ટ BA.5.1.7 અને BF.7એ લોકોમાં ચિંતા વધારી છે. હાલમાં ગુજરાતમાં તેનો એક કેસ આવી ગયો છે. ઓમિક્રોનનો નવો સબ-વેરિયન્ટ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અત્યારે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને બેલ્જીયમમાં ઘણા કેસ આવ્યા છે.

આ નવા સબ-વેરિયન્ટને ખુબ ચેપી માનવામાં આવી રહ્યો છે. એવામાં તહેવારોમાં કોરોનાનાં કેસો વધી શકે છે, માટે જ નિષ્ણાંતો વારંવાર સાવધાની રાખવાનું જણાવી રહ્યા છે.

જો તમે પણ દિવાળીમાં પાર્ટી કરી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો જેથી આ બીમારીને ફેલાતા રોકી શકાય.

કેવી પાર્ટીઓ વધુ સારી : ઇન્ડોર કે આઉટડોર?
સામાન્ય રીતે ઇન્ડોર અને આઉટડોર પાર્ટી દરેકના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. જોકે COVID -19ની મહામારી વચ્ચે પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપવી એ સૌથી મહત્વનું છે.

2021ના તારણ પરથી કહી શકાય કે આઉટડોર પાર્ટીની સરખામણીએ ઇન્ડોર પાર્ટીમાં કોરોના ફેલાવાનો ભય વધુ જોવા મળે છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ “ઇન્ડોર જગ્યાઓમાં વધુ જોખમ હોય છે, ત્યાં લોકોને અલગ રાખવા મુશ્કેલ બની શકે છે અને ઇન્ડોર પાર્ટીઓમાં વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં મળતું નથી.”

લિમિટેડ લોકોને આમંત્રણ આપો
COVID -19 ચેપી રોગ છે. જે માત્ર છીક ખાવાથી કે ખાંસી ખાવાથી પણ ફેલાઈ શકે છે. માટે જરૂરી છે કે બને એટલા ઓછા લોકોને બોલાવો જેથી સંક્રમણ ઓછુ ફેલાય.

જો તમને લક્ષણો દેખાય તો વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરો
દિવાળીમાં લોકો સાથે મળીને ઉજવણી કરે છે. પરંતુ જો તમને COVID -19ના લક્ષણો લાગી રહ્યા છે તો બધા સાથે મળીને ઉજવણી કરવાની બદલે વર્ચુઅલી દિવાળી ઉજવો, લક્ષણો સાથે બધાને મળવાથી તમે બીજાના જીવને પણ જોખમમાં નાખી શકો છો. જો તમને શર્દી, ખાંસી, તાવ, છાતીનો દુખાવો, સાંભળવામાં તકલીફ જેવા લક્ષણો લાગી રહ્યા છે તો તમે ઘરમાં જ રહો અને વર્ચુઅલી દિવાળી ઉજવો.

માસ્ક પહેરો
COVID -19થી બચવા માટે માસ્ક સૌથી ફાયદાકારક છે ભલે તમે પાર્ટીઓ આયોજિત કરી રહ્યા છો કે પછી બીજાને ત્યાં જઈ રહ્યા છો, આ બંને સ્થિતિમાં તમે માસ્ક પહેરશો તો કોરોનાથી બચી શકો છો.

સેનિટાઈઝરનો ઉપયોગ કરો
દિવાળીમાં કોઈ પણ ઉજવણીની વચ્ચે સેનિટાઈઝર રાખવાનું ન ભુલતા. હાથ ધોતી વખતે સાબુ કે હેન્ડ વોશનો ઉપયોગ કરો. જેનાથી સંક્રમણનો ભય ઓછો રહે.

બુફે સિસ્ટમને ટાળો
કોઈ પણ ઉજવણીમાં જમણવારએ સૌથી મહત્વનો ભાગ છે. પરતું જમણવારમાં સંક્રમણ ફેલાઈ નહીં. તે માટે બુફે સિસ્ટમની બદલે તમે દરેકને અલગ અલગ પીરસવાનું રાખો. જેનાથી જો કોઈ વ્યક્તિ સંક્રમિત પણ છે તો તેનો ચેપ બીજા લોકોને લાગે નહીં

આ પણ વાંચો: જો તમને પણ આ બીમારીઓ છે તો ફટાકડા ફોડવામાં રાખજો સાવચેતી

Back to top button