ભૂજ: સ્મૃતિવન ખાતે 2001ના ભૂકંપમાં મૃત્યુ પામેલ લોકોની યાદમાં 15000 દિવડા પ્રજ્વલિત કરાયા
કચ્છ ભૂજ ખાતેના સ્મૃતિવનમાં 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારોની યાદમાં ધનતેરસના દિવસે ભુજના ફ્રેન્ડ્સ ગ્રૂપ તેમજ જુદી જુદી સંસ્થાઓ, ગ્રામીણ મહિલાઓ, આગેવાનો તેમજ જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે 15000 જેટલા દીવડાઓ પ્રજ્વલિત કરાયા હતા.
લોકોની યાદમાં 15000 દિવા પ્રજ્વલિત કરાયા
ગુજરાતમાં બનેલ 2001ના ભૂકંપની યાદો હજુ તાજી છે. જેમાં આ ભૂકંપમાં 13,805 થી 20,023 લોકો માર્યા ગયા હતા, અન્ય 167,000 ઘાયલ થયા હતા અને લગભગ 3,40,000 ઇમારતો નાશ પામી હતી. જે ઘટના આજે પણ કચ્છ ભૂજના લોકોના દિલ હચમચાવી દે છે. ત્યારે આ ઘટનામાં માર્યા ગયેલ અસંખ્ય લોકોની યાદમાં સ્મૃતિવન ખાતે 15000 દિવા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. જે સમયે સમગ્ર વિસ્તાર ખાતે સુંદર દ્રશ્ય સર્જા્યુ હતુ.
અનેક સંસ્થાઓ અને ગ્રામીણ લોકો પણ જોડાયા
સ્મૃતિવન મેમોરિયલ એ 2001માં જે ભયાનક ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું તેની યાદગીરી માટેનું મ્યુઝિયમ છે. જે મ્યુઝિયમના મેદાન ખાતે ધનતેરસના દિવસે ફ્રેન્ડ્સ ગ્રૂપ સભ્યો તેમજ જુદી જુદી સંસ્થાઓ, ગ્રામીણ મહિલાઓ, આગેવાનો તેમજ જિલ્લા વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે 15000 જેટલા દીવડાઓ પ્રજ્વલિત કરી તે તમામ લોકો જેમણે આ ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવ્યો તેમને યાદ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ધનતેરસની મોડી રાતે અમદાવાદની બે જગ્યાએ આગની ઘટના