અમદાવાદગુજરાત

અમદાવાદ : તહેવારના પરબે દુર્ઘટના, ચાંગોદરની ફેકટરીમાં ત્રણ મજૂરોના મોત

Text To Speech

અમદાવાદમાં તહેવારના પરબે દુર્ઘટના સામે આવી છે. શહેરના ચાંગોદર વિસ્તારમાં આવેલી એક ફેકટરીમાં ઓઈલ ડ્રમ સાફ કરવા માટે ઉતરેલા ત્રણ મજૂરોના ગૂંગળામણથી મોત થયાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢીને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કોણ છે મૃતકો ? ક્યાંના હતા રહેવાસી ?

આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ચાંગોદરમાં આવેલી મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સહારા પેટ્રોલિયમ નામની કંપનીમાં ઓઇલ ડ્રમ સાફ કરવા માટે ત્રણ શ્રમિકો ઉતર્યા હતા. સાફ સફાઈ દરમિયાન ગૂંગળામણ થતા ત્રણેય શ્રમિકો અંદર બેભાન થઈ ગયા હતા. ત્રણેય શ્રમિકોને બહાર કાઢતા ત્રણેયના મોત થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં ફાયર અને પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, નિતેશ રાજા મોહન, રામ નરેશ બિપથ અને સંદીપ રામબુક્સ નામના ત્રણેય શ્રમિકોને મોત થયા હતા. ત્રણેય મૃતક મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને અમદાવાદમાં કામ કરવા આવ્યા હતા

Back to top button