HP વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી
હિમાચલ પ્રદેશમાં આગામી 12 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવનાર છે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે અને પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેવામાં આજે કોંગ્રેસે આ વિધાનસભા ચૂંટણી માટે પોતાના પક્ષના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
નવનિયુક્ત અધ્યક્ષ ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત 40 નેતા
હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, આનંદ શર્મા, મુકુલ વાસનિક, રાજીવ શુક્લા, ભૂપેન્દ્રસિંહને ઉમેદવાર બનાવ્યા છે. ઉપરાંત હરીશ રાવત, પ્રતિભા સિંહ, મુકેશ અગ્નિહોત્રી, સુખવિંદર સિંહ સુખુ, રણદીપ સિંહ સુરજેવાલા, બિપ્લબ ઠાકુર, સચિન પાયલટ, રાજ બબ્બર, દીપેન્દ્ર હુડા, પવન ખેડા, ધની રામ શાંડિલ, પ્રતાપ સિંહ બાજવા, મોહમ્મદ અઝહરુદ્દીન, સુપ્રિયા શ્રીનેત, આશા કુમારી, સંજય દત્ત, તજિન્દર પાલ સિંહ બિટ્ટુ, ગુરકીરત સિંહ કોહલી, કૌલ સિંહ ઠાકુર, રામલાલ ઠાકુર, રાજેન્દ્ર રાણા, વિક્રમાદિત્ય સિંહ, ચંદ્ર કુમાર, શ્રીનિવાસ બીવી, વિનય કુમાર, ડીવીએસ રાણા, અમરિંદર સિંહ બ્રાર, અલકા લાંબા, રાજેશ લિલોથિયા અને આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સહિત 40 નેતાઓને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.