દિવાળીધર્મવિશેષ

આજે ધન તેરસ સાથે દિપાવલીના પાંચ દિવસીય પર્વનો પ્રારંભ

Text To Speech

પંચ પર્વાત્મિકા તરીકે પ્રચલિત દિપાવલીના પર્વનો આજે ધન તેરસ સાથે પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે દિપાવલીપર્વએ જ સુર્યગ્રહણ હોય મંગળવારે ધોકો રહેશે.આવતીકાલ રવિવારે સાંજથી રૂપ ચતુર્દશી કે નરક ચતુર્દશી તરીકે ઓળખાતી મહાકાલી અને હનુમંત ઉપાસનાના પર્વ કાળીચૌદસનો પ્રારંભ થશે. સોમવારે દિપાવલી ઉજવાશે. આ વર્ષે દિવાળી અને નવા વર્ષ વચ્ચે જ સુર્યગ્રહણ આવતું હોય મંગળવારે કોઇ ઉત્સવ ઉજવાશે નહીં. પણ,બુધવારે બેસતું વર્ષ અને ભાઇબીજ સાથે ઉજવાશે. આજે સાંજે 6-03 મિનીટથી ધન તેરસ શરૂ થશે.આથી, આજે સાંજે ધન પુજા,લક્ષ્મીપુજા,શ્રી યંત્રની પુજા કરવી શ્રેેષ્ઠ ફળદાયી છે. આવતીકાલે રવિવારે સાંજથી રૂપ ચતુર્દશી ઉજવાશે. આ દિવસે ઘરમાંથી કકળાટ કાઢવાનો અને અભ્યંગ સ્નાનનો મહિમા છે.આજે ધનતેરસ નિમિત્તે ધનપુજા, ધન્વંતરી દેવ પુજા કરવાની સાથોસાથ યમ દિપદાનનું પણ મહત્વ છે.યમ દિપદાન કરવાથી પરિવાર પર અપમૃત્યુનો ભય રહેતો નથી.

આજે ઘરના મુખ્ય દરવાજાની દિશા મુજબ કરો દિપદાન
ધન તેરસના પર્વએ દિપદાનનું મહત્વ પણ છે. ઘરના મુખ્ય દ્વાર જે દિશામાં હોય એ દિશામાં દિપદાન કરીને દિવડામાં અલગ અલગ વસ્તુઓ નાખવાથી ઘરમાં કર્જ હોય તો દુર થાય છે. બીમારી હોય તો રાહત મળે છે. ઘરના દરેક સભ્યો રાત્રે સુઇ જાય એ પછી પરિવારની મુખ્ય મહિલા માટીના જુના કોડિયામાં સરસવનું તેલ નાખીને દિવો કરવો. અને, આખા ઘરમાં ફેરવવો. આ પછી દિવાને દક્ષિણ દિશા બાજું જ્યોત રહે તેમ ઘરના દરવાજા પાસે મુકી દેવો.જો ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ દિશા તરફ હોય તો દિવડાંમાં રાઇના દાણાં નાખવા. મુખ્ય દ્વાર નૈઋત્યમાં હોય તો દિવડામાં લવિંગ નાખવી.પશ્ર્ચિમમાં હોય તો કિસમીસ નાખવી. વાયવ્ય ખુણામાં મુખ્ય દ્વાર હોય તો ખડી સાકર નાખવી. ઉત્તર દિશામાં મુખ્ય દ્વાર હોય તો એક એલચી નાખવી. મુખ્ય પ્રવેશદ્વાર ઇશાનમાં હોય તો એક ચપટી હળદર નાખવી અને મુખ્ય પ્રવેશદ્વાર પુર્વદિશામાં હોય તો દિપકમાં કુમકુમ નાખવું.

આજે અને દિવાળી પર્ર્વે ગોમતી ચક્રની પુજા પણ શુભફળદાયી
ધનતેરસ અને દિપાવલી પર્વએ ધનપુજા, લક્ષ્મીપુજા, શારદાપુજન, ચોપડાપુજનનું મહત્વ છે.તેની સાથે ઘરમાં પુજાની સાથે ગોમતીચક્રની પુજાનું પણ મહત્વ છે.ગોમતીચક્રને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે.સમગ્ર વિશ્ર્વમાં માત્ર દ્વારકા સ્થિત ગોમતીનદીમાં જ આ અદભૂત ચક્ર ઉત્પન થતું હોય તે ગોમતીચક્રના નામે પ્રસિધ્ધ છે. ધન તેરસ અને દિવાળીના દિવસે 9-11- કે 21 ગોમતીચક્ર લઇને ગોમતીચક્ર જેટલાં જ અક્ષત (ચોખા જે તુટેલા નહોય) તેની વિધિવત પુજાવિધિ કરીને લાલ રંગના કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખવાથી ધનવૃધ્ધિ થાય છે.

નર્કના ભયમાંથી મુક્તિ આપે છે અભ્યંગ સ્નાન
નરક ચતુર્દશી કે રૂપ ચતુર્દશીએ અભ્યંગ સ્નાનનું પણ અલગ જ મહત્વ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદસના દિવસે જો અરૂણોદય અટલે કે સુર્યોદય પહેલાના સમયે ચંદ્ર દર્શન કરવામાં આવે છે.ત્યારબાદ શરીર પર તલના તેલનું માલિશ કરીને અભ્યંગ (અભ્ય એટલે સમગ્ર અને અંગ એટલે શરીર) સ્નાન કરનાર વ્યક્તિને નર્કનો ભય રહેતો નથી.સુર્યોદય પહેલાં અને અરૂણોદયના ચંદ્ર દર્શન બાદ અભ્યંગ સ્નાન કરવાનું વિશેષમ મહત્વ હોય તા. 24મીએ સવારે 5-02 મિનીટે ચંદ્રદર્શન કરીને આખા શરીરે તલના તેલનું માલીશ કરીને સ્નાન કરવું.

વિક્રમ સંવતના નવા વર્ષમાં દેવ દિવાળીના દિવસે જ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ
દિવાળી અને બેસતાવર્ષ વચ્ચે જ સુર્યગ્રહણ આવી રહ્યું છે. પણ,આ સુર્યગ્રહણના 15 દિવસમાંજ કાર્તિકીપુનમ તારીખ 8 નવેમ્બરના રોજ ખંડગ્રાસ સૂર્યગ્ર્રહણ થશે. 2022ના વર્ષનું આ આખરી ચંદ્ર ગ્રહણ ભારત ઉપરાંત દક્ષિણ અને પુર્વીય યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેેસેફિક એટલાંટિક, અને હિંદમહાસાગરમાં જોવા મળશે.

Back to top button