ભારત-પાક મેચ નહિ થાય તો થશે 581 કરોડનું નુકસાન : આવતીકાલે મેલબોર્નમાં 80% વરસાદની આશંકા
મેલબોર્નમાં રવિવારે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ લઈને ઘણી વાતો વહેતી થઈ છે. ઘણાં લોકો કહી રહ્યાં છે કે આ મેચ રદ્દ થઈ શકે છે અને ઘણાં લોકોનું કહેવું છે કે મેચની ઓવરો ઘટી શકે છે, હવે મેચ થશે કે નહીં એ તો આવતીકાલે ખબર પડશે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે મેલબોર્નમાં 23 ઓક્ટોબરના રોજ 70 થી 80 ટકા વરસાદ થવાની ધારણા છે. જો તે દિવસે વરસાદ થશે તો ICCને મોટું નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો : હવે શરૂ થશે ખરો વર્લ્ડ કપઃ જાણો સુપર-12 માં કઈ-કઈ ટીમો પહોંચી !
ICCને થશે 581 કરોડનું નુકસાન
સ્થાનિક અહેવાલો અનુસાર, જો ભારત-પાક મેચ રદ્દ થાય તો ICCને લગભગ $70 મિલિયન એટલે કે 581 કરોડ રૂપિયાનું નુકસાન થશે. કારણ કે ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ કરતાં પણ ચાહકો આ મેચની વધુ રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટો બહાર આવતાં જ વેચાઈ મિનિટોમાં વેચાઈ ગઈ હતી, પરંતુ ફાઈનલની ટિકિટો હજુ પણ ઉપલબ્ધ છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ફેન્સ આ મેચની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ટીમ ઈન્ડિયા પરસેવો વહાવી રહી છે
મેચ પહેલા ભારતીય ટીમ ઘણો પરસેવો પાડી રહી છે. ખેલાડીઓ તો વરસાદ વિશે બિલકુલ વિચારતા નથી. તેઓ જોરશોરથી તૈયારીમાં વ્યસ્ત છે. BCCIએ શનિવારે પ્રેક્ટિસ સેશનની તસવીરો જાહેર કરી હતી. નિષ્ણાતોનું માનવું છે કે આઈસીસીએ લગભગ છથી આઠ મહિના પહેલા શેડ્યૂલ જાહેર કર્યું હતું. જો વરસાદની શક્યતા હતી તો બોર્ડે રિઝર્વ ડે રાખવો જોઈતો હતો.
વરસાદ હંમેશા મહેરબાન રહ્યો છે
મોટી ટુર્નામેન્ટની વાત કરીએ તો ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ હંમેશા મહેરબાન રહ્યો છે, એટલે કે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ક્યારેય વરસાદ પડ્યો નથી. ખાસ કરીને વર્લ્ડ કપની મેચોમાં તો ક્યારેય નહીં. આવી સ્થિતિમાં ચાહકોને આશા છે કે ભારત-પાકિસ્તાન મેચ થશે અને તેમને મેચનો રોમાંચ માણવાની તક મળશે.