અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે. આ સ્થળ અતિ પ્રાચિન છે. મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે. પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાનું માનવામાં આવે છે. આ મંદિર કોણે બંધાવ્યુ તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી.પરંતુ 1500 વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે. અહીં દેશ-વિદેશમાંથી દર્શનાર્થીઓ આવે છે. શામળાજી મંદિરમાં બિરાજતા ભગવાન કાળીયામાં ઠાકોરમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો તરફથી શામળાજી મંદીરને સોના-ચાંદીનું દાન કરવામાં આવે છે.હાલમાંજ અમદાવાદના ભાવિકે ભગવાન પ્રત્યેની આસ્થાથી કાળિયા ઠાકોરના ચરણે ભેટ ધરી છે. સોનાના પતરાથી મઢેલા દરવાજા પર ભગવાનના વામન, કલગી, નરસિંહ સહિતના અવતારને કંડારવામાં આવ્યા છે.
શામળાજી મંદિરના ગર્ભગૃહમાં બિરાજતા ભગવાન શામળિયાના પ્રવેશદ્વારને એક ભક્તે 7 લાખ રૂપિયાના ખર્ચે સ્વર્ણ જડીત બનાવવા માટે સોનાનું દાન કરતા મંદિર ટ્રસ્ટે પ્રવેશદ્વારને સોનાથી મઢયું છે. શામળાજી મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની આસ્થાનુ કેન્દ્ર છે. હજારોની સંખ્યામાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહી આવે છે અને શામળા શેઠના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.શામળાજી મંદિરમાં આસ્થા ધરાવતા એક ભક્તે 7 લાખથી વધુની કિંમતના સોનાનું દાન કરતા મંદિર ટ્રસ્ટે ગર્ભગૃહમાં બિરાજતા કાળીયા ઠાકોરના પ્રવેશદ્વારને સોનાથી શણગારી પ્રવેશદ્વાર પર સોનાથી ભગવાનના વામન, કલગી અને નરસિંહ જેવા જુદા-જુદા અવતાર કંડારાયા છે. ગર્ભગૃહનું પ્રવેશદ્વાર સ્વર્ણ જડીત બનાવવા માટે 7 લાખનું ગુપ્ત દાન અપાનાર ભક્તનો મંદિર ટ્રસ્ટ અને ભક્તોએ આભાર વ્યક્ત કર્યો હતો.
યાત્રિકો અહી કાર્તિકી પૂનમ દેવોની દીપોત્સવી મહોત્સવ ઉજવવામાં આવે છે. દર પૂનમે આ યાત્રાધામમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર રહે છે. કાર્તકી પૂનમે અહી મોટો મેળો ભરાય છે.તેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે.
શામળાજી કેવી રીતે પહોંચવું
વિમાન દ્વારા: નજીકનું એરપોર્ટ અમદાવાદ (123 કિલોમીટર) છે.
ટ્રેન દ્વારા:નડિયાદથી મોડાસા વચ્ચે દૈનિક લોકલ ટ્રેનો ચાલે છે.
માર્ગ દ્વારા:દેશના અન્ય મુખ્ય શહેરોમાં શામળાજીથી નિયમિત બસો છે. બસ સ્ટેશન: શામળાજી