મનોરંજન

ડેન્ગ્યુના કારણે સલમાન ખાન Bigg Boss 16થી બાહર, હવે આ સ્ટાર કરશે શો હોસ્ટ

Text To Speech

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ભાઈજાન સલમાન ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મોના શૂટિંગની સાથે સાથે ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 16’ પણ હોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. તેમાય બિગ બોસ રિયાલિટી શોમાં દર્શકો સલમાન ખાન જ હોસ્ટ તરીકે જોવાનુ વધુ પંસદ કરી રહ્યા છે. અને ભાઈજાન વગર અન્ય કોઈને શોના હોસ્ટ તરીકે જોવા માંગતા નથી, પરંતુ હવે લાગે છે કે ભાઈજાન થોડા સમય માટે બિગ બોસની આ સીઝનને હોસ્ટ નહીં કરી શકે. અહેવાલ છે કે સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે જેના કારણે તે થોડા અઠવાડિયા સુધી બિગ બોસના હોસ્ટિંગથી દૂર રહીને આરામ કરશે. ત્યારે સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે તો પછી આ શોને હોસ્ટ કોણ કરશે.

બિગ બોસ 16ને કોણ કરશે હોસ્ટ ?

સલમાન ખાનને ડેન્ગ્યુ થયો છે, જેના કારણે તે આગામી કેટલાક અઠવાડિયા સુધી ‘બિગ બોસ’ હોસ્ટ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં હવે ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશક કરણ જોહર સલમાનની આ કમાન સંભાળશે. ભૂતકાળમાં એવી પણ ખબર આવી હતી કે આ વીકએન્ડમાં સલમાન ખાન નહીં પણ કરણ જોહર શુક્રવારે શોને હોસ્ટ કરી શકે છે. પરંતુ પછી તેની પાછળનું કારણ બહાર આવ્યું ન હતું. હવે એવું માની શકાય છે કે કરણ આ શોને હોસ્ટ કરવા પાછળનું કારણ સલમાન ખાનની ખરાબ તબિયત છે. જોકે કરણ તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આપવામાં આવી નથી અને ન તો તેની ટીમ તરફથી કોઈ નિવેદન આવ્યું છે.

KARAN- HUM DEKHENEGE NEWS
હવે ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશક કરણ જોહર સલમાનની આ કમાન સંભાળશે.

કરણ ભૂતકાળમાં પણ બિગ બોસને હોસ્ટ કરી ચૂક્યો છે.

તમને જણાવી દઈએ કે કરણ જોહર પહેલા પણ ‘બિગ બોસ’ હોસ્ટ કરી ચૂક્યો છે. પરંતુ પછી ‘બિગ બોસ’ ટીવી પર નહીં પરંતુ OTT પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. વર્ષ 2021માં કરણ જોહર ‘બિગ બોસ ઓટીટી’ હોસ્ટ કરતો જોવા મળ્યો હતો. હાલમાં જ કરણ જોહર પણ તેના શો ‘કોફી વિથ કરણ સીઝન 7’ને લઈને ખૂબ ચર્ચામાં છે. સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં ભાઈજાન તેની આગામી ફિલ્મો ‘ટાઈગર 3’ અને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું શૂટિંગ કરી રહ્યો છે.

આ પણ વાંચો:Bigg Boss 16: સુંબુલ ની શાલીન સાથેની મિત્રતાને લઈને વ્યૂઅર્સ નારાજ…

Back to top button