વડોદરાની મહિલા ક્રિકેટ ટીમને વિશાખાપટ્ટનમમાં અકસ્માત નડ્યો છે. જેમાં બસને સવારે 5 વાગ્યે એરપોર્ટ જતી વખતે રસ્તામાં ટ્રક સાથે અકસ્માત થયો હતો.
મહિલા ક્રિકેટ ટીમ મેનેજર અને 4 ક્રિકેટરને ઈજા થઇ છે.
આ પણ વાંચો: ગૃહ વિભાગમાં વધુ 2 IPS અધિકારીઓની બદલી તથા ભાવનગરને નવા કલેક્ટર મળ્યા
નીલમ ગુપ્તેને ક્રિકેટરને 6 ટાકા આવ્યા
ઉલ્લેખનીય છે કે BCCIની સિનિયર વિમેન્સ T-20 ટુર્નામેન્ટ માટે વિશાખાપટ્ટનમ બરોડા ક્રિકેટ એસોસિયેશનની મહિલા ક્રિકેટ ટીમને આજે વહેલી સવારે એરપોર્ટ જતા રસ્તામાં અકસ્માત થયો હતો. મહિલા ક્રિકેટ ટીમને હોટલથી એરપોર્ટ લઈ જતી બસ સવારે 5 વાગે ટ્રક સાથે અથડાઇ હતી. ટીમ મેનેજર નીલમ ગુપ્તે, બોલર કેશા પટેલ, બોલર પ્રજ્ઞા રાવત, બેટ્સમેન અમૃતા જોસેફ અને નિધિ ધુમાનિયાને ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રીએ હજારો અસરગ્રસ્તોના લાભ માટે જનહિતકારી નિર્ણય લીધો
મહિલા ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ આવશે
ઇજાગ્રસ્ત મેનેજર અને ચાર ક્રિકેટરને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. ટીમ મેનેજર નીલમ ગુપ્તેને ક્રિકેટરને 6 ટાકા આવ્યા હતા. હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના સિટી સ્કેન બાદ કેટલાક રિપોર્ટ પણ થયા હતા. શુક્રવારે રાત્રે વડોદરાની મહિલા ક્રિકેટ ટીમ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે.