ઉત્તર ગુજરાતગુજરાત

અંબાજીમાં શ્રી શક્તિ વસાહતનું લોકાર્પણ : તુટેલા છાપરાંમાં રહેતા લોકોના નવા ઘરનું સપનું પૂરું થયું

Text To Speech

પાલનપુર : યાત્રાધામ અંબાજી નજીક આવેલ કુંભારીયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ બનાવાયેલ શ્રી શક્તિ વસાહતનું સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરી વિચરતી જાતિના 33 લાભાર્થીઓને દિવાળીના તહેવારો નિમિત્તે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત 68 આવાસોનું ખાતમૂર્હત અને જલોત્રા ખાતે નિર્માણ થનાર 94 લાભર્થીઓને સનદ આપવામાં આવી હતી. ગૃહપ્રવેશ પ્રસંગે વિચરતી જાતિની બહેનોએ ગીતો ગાઈને ખુશી સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો.

બહેનોએ ગૃહપ્રવેશ પ્રસંગે ગીતો ગાઈને ખુશી સાથે ઘરમાં પ્રવેશ કર્યો

કુંભારીયા શ્રી શક્તિ વસાહતના લોકાર્પણ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે ગૃહપ્રવેશ કરનાર 33 લાભાર્થીઓને નવા ઘરની શુભેચ્છાઓ પાઠવતાં ગૃહ પ્રવેશના પ્રતિક રૂપે ચાવી, રાશનકીટ અને સાડી આપી નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકાર ગરીબોની બેલી અને નિરાધારોનો આધાર છે. સરકારી યોજનાનો લાભ વંચિત, ગરીબ અને છેવાડાના માનવી સુધી પહોંચે એ ચિંતા તેમને કરી છે. વિચરતી વિમુક્ત જાતિના વસવાટ માટે ધગશથી કામ કર્યું છે. જે લોકો વર્ષોથી રખડતું ભટકતું જીવન ગુજારતા હતા તેમને સ્થાયી કરવાનું કામ સરકારે કર્યું છે.

અંબાજી-humdekhengenews

આજે વીજળી, પાણી, બાથરૂમ, પંખા સહિતની સુવિધાઓથી સજ્જ મકાન લાભાર્થીઓને આપવામાં આવ્યા છે ત્યારે નવા ઘરમાં તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય અને તેઓ ખુશીથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે એવી શુભકામનાઓ આપી હતી.

આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ અનવાડીયાએ જણાવ્યું કે વર્ષો પછી ઘરનું ઘર મળ્યાનો આંનદ અનેરો હોય છે. છેવાડાના માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ ડબલ એન્જીન સરકાર કરી રહી છે. ૨૧મી સદીમાં આપણું બાળક અભણ ન રહે એ જોજો અને બાળકોને પૂરતું શિક્ષણ આપજો. મકાન મળવાની શુભકામનાઓ સાથે દિકરા-દીકરીઓને ભણાવવાની અપીલ કરી હતી.

અંબાજી-humdekhengenews

નવા ઘરનું સપનું પૂરું થયું

ગૃહ પ્રવેશ કરનાર લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી સેવા શક્તિ કેન્દ્રનો આભાર માનતા દિવાળીના તહેવારોમાં નવું ઘર મળવાની ખુશી વ્યક્ત કરી હતી. પહેલાં અમે તૂટેલા તુટેલા છાપરાંમાં રહેતા હતા. આજે નવા ઘરનું સપનું પૂરું થયું એમ જણાવતાં આજે અમારા માટે ખુશીનો દિવસ છે એમ લાભાર્થીઓએ જણાવ્યું હતુ.

આ પણ વાંચો : દિવાળીના તહેવારો શરૂ થતા ટ્રાફિકના નિયમોને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

Back to top button