દિવાળી વિશેષ : શું તમને ખબર છે ‘ચીન’નું ફટાકડા સાથે પણ છે જુનું કનેક્શન !
આ ફટાકડાનો ઈતિહાસ તમને ચીન લઇ જશે. તમને જણાવી દઈએ કે દારૂખાના(ગનપાઉડર)નો જન્મ ચીનમાં 6ઠ્ઠી અને 9મી સદી વચ્ચે થયો હતો. આ ગનપાઉડરની શોધ તાંગ રાજવંશ દરમિયાન થઈ હતી, માટે ચીન એ ફટાકડાનું જન્મદાતા ગણાય છે.
પહેલાના જમાનામાં ચીની લોકો વાસને આગ લગાડતા, ત્યારે તેમાં રહેલ હવાના કાણા ફૂટી જતા હતા. તેને પૃથ્વી પરના કુદરતી ફટાકડા પણ કહી શકાય. ચીનની માન્યતા છે કે તેમાં રહેલ હવાના કાણા ખરાબ શક્તિઓનો નાશ કરે છે.
પછી દારૂખાનાથી ફટાકડા બનાવવાનો સમય આવ્યો. ચીનમાં, પોટેશિયમ નાઈટ્રેટ, સલ્ફર અને ચારકોલને મિશ્રિત કરીને પ્રથમ વખત ગનપાઉડર બનાવવામાં આવ્યું હતું. ત્યારે તેને વાંસમાં ભરીને બાળવામાં આવ્યું તો વધુ મોટો વિસ્ફોટ થયો. સમયાંતરે વાંસની જગ્યા કાગળે લઇ લીધી.
દારૂખાનાને ભારતમાં મુઘલ સામ્રાજ લાવ્યું હતું, પાનીપતનું એ પ્રથમ યુદ્ધ હતું જેમાં દારૂખાનું , હથિયારો અને તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇબ્રાહિમ લોધી બાબરના આ વાર સામે ટકી શક્યો નહીં અને આ રીતે બાબર યુદ્ધ જીતી ગયો.
જ્યારે પાણીપતના પ્રથમ યુદ્ધ એટલે કે ઈ.સ. 1526 પછી ભારતને ગનપાઉડરનો પરિચય થઇ ગયો હતો, તેમ છતાં પણ ફટાકડા અહી પહોંચી ગયા હતા. અકબરના સમય સુધીમાં, ફટાકડા વગર લગ્ન અને ઉજવણી ફિક્કી થઇ ગઈ હતી. તે સમયે ફટાકડા જાજરમાન ઐશ્વર્યની ઓળખ સાથે સંકળાઈ ગયા હતા.
ફટાકડા મોંઘા હોવાથી તે લાંબા સમય સુધી રાજ ઘરણા અને અમીર લોકોના જ મનોરંજન માટે વપરાતા હતા. પહેલાના સમયમાં ફટાકડાના પરાક્રમ કરવા અલગ કલાકારો હતા જેમ્નને , જેને ‘આતશબાઝ ‘ કહેવામાં આવતા હતા.
આજે તામિલનાડુનું શિવાકાશી ફટાકડા બનાવતું સૌથી મોટું કેન્દ્ર છે. પરંતુ અંગ્રેજોના સમયમાં આ કામ કલકત્તામાં થતું હતું.
અંગ્રેજ સરકારમાં બંગાળ ઉધોગોનું કેન્દ્ર હતું. માચિસનું કારખાનું પણ ત્યાં જ હતું, એ જ જગ્યા પર દરુખાનાનો ઉપયોગ થતો હતો. ત્યાં જ ભારતની પહેલી ફટાકડાની કંપની સ્થાપના થઇ હતી. જે પછી શિવાકાશીમાં બદલી નાખવામાં આવી હતી.
19મી સદીમાં એક નાની માટલીઓમાં દારૂખાનું ભરીને ફટાકડા બનાવવામાં આવતા હતા. તેને જમીન પર ફેકતા સાથે પ્રકાશ અને અવાજ આવતો હતો. તે પરથી કહી શકાય કે ફેકવા પરથી ફટાકડા શબ્દ આવ્યો હશે. તેને ત્યારે બંગાળ ‘લાઈટસ’ કહેવામાં આવતું.
ફટાકડાની શિવાકાશી પહોચવાની વાર્તા પણ રસપ્રદ છે. પી. અય્યા નાદર અને તેના ભાઈ શામુંગા નાદર ઈ.સ. 1923માં પોતાની જીવાદોરી માટે બંગાળના એક માચિસના કારખાનામાં ગયા હતા. ત્યાં તેમણે માચિસ બનાવવાનો હુનર શીખ્યો હતો.
કલકત્તાથી આઠ મહિના પછી જયારે નાદરભાઈઓ શિવાકાશી પરત ગયા પછી તેમણે જર્મનીથી મશીનો મંગાવી માચિસને પોતાના નામની બ્રાન્ડ નીચે બનાવવાનું કામ કર્યું . તેમણે ફટાકડાઓ પણ બનાવ્યા ત્યારપછી શિવાકાશી ભારતમાં ફટાકડાની રાજધાની બની ગઈ.
ઈ.સ. 1940માં અંગ્રેજ સરકારે ઈન્ડિયન એક્સપ્લોઝિવ એટક બનાવ્યો. આ પછી ફટાકડા બનાવવા અને રાખવા માટે લાયસન્સ જરૂરી થઇ ગયું . એટલા માટે ફટાકડાની પ્રથમ સત્તાવાર ફેક્ટરી ઈ.સ. 1940 માં જ બની હતી.
હાલમાં, તમિલનાડુના વિરુધનગર જિલ્લાના શિવાકાશીમાં લગભગ 8,000 નાની-મોટી ફટાકડાની ફેક્ટરીઓ કાર્યરત છે. તેમનું વાર્ષિક ટર્નઓવર પણ 1,000 કરોડની આસપાસ છે.