ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

BJPએ ઉમેદવારોની પસંદગી માટે વિધાનસભા પ્રમાણે ગોઠવ્યા ‘સિક્રેટ મેન’

Text To Speech

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં તાજેતરમાં વડાપ્રધાન બે દિવસની મુલાકાતે આવી ગયા હતા. અને અમિત શાહ આજથી 6 દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેવામાં વિવિધ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની તૈયારી કરી દિધી છે. જેમાં ભાજપ હવે નિરીક્ષકોને મેદાનમાં ઉતારી રહી છે. એક બાજુ આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી એકપછી એક જાહેર કરતી રહે છે, ત્યારે બીજી બાજુ ભાજપ વિચારણા કરીને ચોક્કસ વ્યૂહરચના સાથે ઉમેદવારોની પસંદગી આગળ વધારી રહી છે.

લોકોને ઉમેદવારી નોંધાવવી હોય તેમની સાથે વન ટુ વન ચર્ચા

ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા હવે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. તેમાં ભાજપ દ્વારા નિરીક્ષકોને વિધાનસભા પ્રવાસે મોકલવાની રણનીતિ બનાવી છે. એમના દ્વારા 27, 28 અને 29 તારીખે વિધાનસભાના પ્રવાસો કરીને જે જે લોકોને ઉમેદવારી નોંધાવવી હોય તેમની સાથે વન ટુ વન ચર્ચા કરશે. આની સાથે ઉમેદવારી ઈચ્છુક લોકો વાર્તાલાપ કરી એક રિપોર્ટ તૈયાર કરશે. ત્યારપછી આ રિપોર્ટને પર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે તથા આના આધારે ટિકિટોની ફાણવણી થઇ શકે છે.

BJP 2/3થી વધુની બહુમતીથી સરકાર બનાવશે

હાલમાં ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જીત અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, BJP 2/3થી વધુની બહુમતીથી સરકાર બનાવશે. 7 મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. તેવા નિવેદનોથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં આ વખતે ભાજપે ગૌરવ યાત્રા કરી ગુજરાતની 182 બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા કરી છે તે સફળ સાબિત થશે.

Back to top button