ધન તેરસ શનિવારે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસ તિથિમાં પ્રદોષ કાળમાં ધન તેરસની પૂજા થાય છે. ધન તેરસના અવસર પર સોના, ચાંદી, આભૂષણ, વાસણ, વાહન, મકાન, પ્લોટ વગેરેની ખરીદી કરી શકે છે. છે.
આવી સ્થિતિમાં, 22 ઓક્ટોબરના રોજ ધન તેરસના દિવસે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને બ્રહ્મ યોગમાં લક્ષ્મી પૂજાનો શ્રેષ્ઠ સમય સવારે 08.04 થી શરુ થઈ રાત્રીના 12.31 સુધી છે. જેમાં સવારના મુહૂર્તમાં શુભ 08.04 થી 9.30 સુધી છે. બપોરના સમયે ચલ, લાભ અને અમૃત કાળ 12.23 થી 04.42 06:21 થી 08:59 સુધીનો છે. સાંજના સમયે 06.08 થી 07.42 સુધી લાભ અને રાત્રી ના સમયે 09.16 થી 12.31 સુધી શુભ અને અમૃત કાળર રહેશે. આ શુભ સમયે પૂજા કરવી શ્રેષ્ઠ છે. જેમાં ભગવાન ધન્વંતરીની સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે શનિ પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે.
આ પણ વાંચો : ચોખાના લોટ અને મેરીગોલ્ડના ફૂલોથી બનાવો અદ્ભુત રંગોળી !
ધનતેરસની પૂજાવિધિ
- આ દિવસે પ્રભુ શ્રી ગણેશ, માતા લક્ષ્મી, ભગવાન ધનવંતરિ, અને કુબેરની પૂજા થાય છે. સાંજના સમયે પ્રદોષકાળમાં પૂજા કરવી શુભ મનાય છે. જાણો પૂજા વિધિ.પૂજા કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
- ત્યારબાદ એક સ્વચ્છ ચોકી પર ગંગાજળ છાંટીને તેના પર પીળા કે લાલ રંગનું કપડું બીછાવો.
- આ કપડાં પર પ્રભુ શ્રી ગણેશ, માતા લક્ષ્મી, માટીના હાથી, ભગવાન ધનવંતરિ, અને ભગવાન કુબેરજીની મૂર્તિઓ સ્થાપિત કરો.
- સર્વપ્રથમ ગણેશજીનું પૂજન કરો, તેમને પૂષ્પ અને દુર્વા અર્પણ કરો.
- ત્યારબાદ હાથમાં અક્ષત લઈને ભગવાન ધનવંતરિનું મનન કરો.
- હવે ભગવાન ધનવંતરિને પંચામૃતથી સ્નાન કરાવીને, રોલી ચંદનથી તિલક કરી તેમને પીળા રંગના ફૂલ સમર્પિત કરો.
- ફૂલ અર્પણ કર્યા બાદ ફળ અને નૈવેદ્ય અર્પણ કરીને તેના પર અત્તર છાંટી ભગવાન ધનવંતરિના મંત્રોનો જાપ રકીને તેમની આગળ તેલનો દીપ પ્રજવલ્લિત કરો.
- ત્યારબાદ ધનતેરસની કથા વાંચો અને આરતી કરો.
- હવે ભગવાન ધનવંતરિને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવીને માતા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરો.
- પૂજા સમાપ્ત થયા બાદ ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ તેલનો દીવો પ્રગટાવો.
આ પણ વાંચો : શું સૂર્યગ્રહણના કારણે શું કાળી ચૌદશ અને દિવાળી એક જ દીવસે ઉજવાશે ?