દિવાળીલાઈફસ્ટાઈલ

દિવાળીના તહેવારમાં આવી રીતે કરો તમારા ઘરની સજાવટ, મહેમાનો પણ ખુશ થઈ જશે

Text To Speech

દિવાળી તમારા ઘરને લાઇટ્સ, મીણબત્તીઓ, દીવાઓ, ફૂલોની સજાવટ અને અન્ય વસ્તુઓથી સજાવો જેનાથી દિવાળી ઘરમાં અલગ જ રોનક લાગશે. જેનાથી તહેવારોની મોસમમાં પોઝેટિવીટીનો ઘરમાં અનુભવ થશે. ત્યારે દિવાળીમાં લોકો ઘરની સજાવટ પાછળ ઘણો ખર્ચ કરાવી દેતા હોય છે. જેના બદલે ઘરની ઘરની સજાવટ પરંપરાગત રીતે કરવામાં આવે તો ઘરમાં એક નવી જ રોનક આવી જશે.

આપણામાંના કેટલાકને વર્ષે-દર વર્ષે સમાન સજાવટનો ઉપયોગ કરવાનું પસંદ હોય છે, તે પણ એવી વસ્તુઓથી જે સરળતાથી મળી રહે અને કોસ્ટલી પણ ના હોય. ત્યારે અમે પણ આ દિવાળીમાં ઘરની સજાવટની થોડી ટિપ્સ શેર કરી રહ્યા છે.

ફર્નિચરની સજાવટ

furniture-hum dekhenege news
ફર્નિચરને ફરીથી ગોઠવીને અથવા તેના કવરને બદલાવીને વધુ ખર્ચ કર્યા વિના ઝડપથી એક અલગ દેખાવ પ્રાપ્ત કરી શકો છો.

ફક્ત ફર્નિચરને ફરીથી ગોઠવીને અથવા તેના કવરને બદલાવીને વધુ ખર્ચ કર્યા વિના ઝડપથી એક અલગ દેખાવ પ્રાપ્ત કરી શકો છો. તમારે ફક્ત તમારા સોફા સેટનુ કાપડ બદલવો જેનાથી સોફા નવીન દેખાય આવશે. તેમજ સુંદર બેડશીટ્સ, વિરોધાભાસી (કોન્ટ્રાસ કલરમાં) કુશનનું કવર અને રંગબેરંગી ટેબલક્લોથ મુકી શકો છો.

તેમજ કેટલાક પ્રાકૃતિક તત્વો સાથે જેમકે છોડ કે ફુલો લગાવી વધુ આકર્ષક બનાવી શકો છો. આ સાથે તાજગીના સ્પર્શ માટે પણ તમે તમારા ઘરની આસપાસ છોડ લટકાવી શકો અથવા મૂકી શકો. તમારા ઘરને ઉત્સવનો સ્પર્શ આપવા માટે તમે તાજા ફૂલો પણ ઉમેરી શકો છો; મોગરા અને ગુલાબની પાંખડીઓનું વાતાવરણ સુંગધીત કરી દેશે.

તાંબુ પિતલના વસ્તુઓ સાથે ઘરની સજાવટ

DECORATION- HUMJ DEKHENEGE NEWS
પિત્તળના કૂંજાથી કરો ઘરની સજાવટ

આજના ઘરોમાં પિત્તળ જોવા મળતા નથી પણ કેટલાક લોકોના ઘરે પિત્તળના કે કે અન્ય કોઈ વાસણ કે કૂંજા જેવી વસ્તુ હોય તો તે ઘરમાં દિવાલની પાસે કોઆ કબાટ કે મેજ હોય તો તેની પર મુકી શકાય છે જેના લિધે કબાટ કે મેજ વધુ સુંદર લાગશે.

દિવાથી સજાવો ધર

CANDLES- HUM DEKHENEGE NEWS
કેન્ડલ દિવાથી કરો ઘરની સજાવટ

તેલ કે ઘીના દિવા આખા ઘરમાં નથી મુકવાના. તેના બદલે ઈલેક્ટ્રીક દિવા બજારમાં ઉપલબ્ધ છે જેના માટે થોડો ઘણો ચાર્જ લાગશે પણ તે તમારા ઘરમાં થોડા થોડા અંતરે સેટ કરવાથી તે સુંદર અને આકર્ષક દેખાવ આપે છે તેમજ સ્પાર્કલિંગ માટીના દીવા, મીણબત્તીઓ અને નાની લાઇટો ઘરની સજાવટનો અભિન્ન ભાગ છે. લિવિંગ રૂમમાં તેનો ઉપયોગ કરી શકાય છે અથવા વિન્ડોની ફ્રેમ પાસે મૂકી શકાય છે.

ફુલોથી કરો સજાવટ

FLOWER- HUM DEKHENEGE NEWS
ફુલોથી કરો ઘરની સજાવટ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પણ કૃત્રિમ ફૂલો ન લગાવવા જોઈએ. તેઓ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે. આથી બને તો ઘરમાં દિવાળી દરમિયાન તાજા ફૂલોથી ઘરની સજાવટ કરો.

આ પણ વાંચો; દિવાળીના શુભ મૂહુર્ત : ધનતેરસ થી લઈને લાભપાંચમ સુધીના તહેવારો ક્યારે છે ?

Back to top button