કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

હવે તો હદ થઈ ગઈ! રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું

Text To Speech

રાજકોટઃ મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષના વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા પાંચ સાથી વિદ્યાર્થીઓએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. એટલું જ નહીં પીડિતના ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા હતા. વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ત્રણની અટકાયત
પોલીસે આ કૃત્ય આચરનારા ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી જ્યારે નાહવા ગયો હતો એ સમયે તેનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી તું મરીજા, અંગ કાપી નાખ અથવા હોસ્ટેલમાંથી કૂદકો મારી દે તેવા ત્રણ ઓપ્શન આપ્યા હતા.

થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. તો શું આ વિદ્યાર્થીને પણ આ રીતે બ્લેકમેઇલ કરાયો હતો, એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

Marwadi University controversy
વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

બે મહિના પહેલાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો
હજુ બે મહિના પહેલાં જ મારવાડી યુનિવર્સીટીમાં કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાનનું નામ પાર્થ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું અને યુવાને ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વિદ્યાર્થીના આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. આ વિદ્યાર્થીના આપઘાત પાછળ પણ શું અન્ય વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકમેઇલ કરાતું હતું કે શું? તેવી ચર્ચા લોકોમાં ઊઠી છે. યોગ્ય તપાસ થાય તો ચોક્કસ કારણ જાણી શકાય એવી લોકો ચર્ચા થઈ રહી છે.

અગાઉ વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થઈ ચૂક્યા છે
મારવાડી યુનિવર્સિટી જાણે વિવાદોનું ધામ બની ગયું હોય તેમ એક પછી એક વિવાદ સામે આવે જ છે. શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ યુનિવર્સિટીના એક બાદ એક વિવાદાસ્પદ વીડિયો પણ અગાઉ વાઇરલ થઈ ચૂક્યા છે. બિભત્સ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમાજમાં પણ એની ખરાબ અસર પહોંચી રહી છે. માત્ર ચાર દિવસની અંદર જ મારવાડી યુનિવર્સિટીના બે વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

Marwadi University controversy
થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી.

યુવક-યુવતી લિપ કિસ કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો
એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તેમજ નારાજ થયેલા વિદ્યાર્થીને મનાવી રહી હોય એ પ્રકારનાં દૃશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયાં હતાં. બીજા વાઇરલ વીડિયોમાં યુવક અને યુવતી લિપ કિસ કરી રહ્યા હોય એ પ્રકારનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ વીડિયોમાં એક વિદ્યાર્થી ક્લાસરૂમની અંદર બેઠો હોય ત્યારે ક્લાસરૂમની બહારના ભાગમાં જે પેસેજ એરિયા આવેલો છે ત્યાં બારીની નજીક એક યુવક અનેક યુવતી બેઠા છે. યુવક અને યુવતી બન્ને એકબીજાને લિપ કિસ કરી રહ્યા હોય એ પ્રકારનાં દૃશ્યો વીડિયોમાં જોવા મળ્યાં હતાં.

Back to top button