દિવાળીધર્મ

શું તમે જાણો છો, કાળી ચૌદશને નરક ચતુદર્શી કેમ કહેવાય છે ?

Text To Speech

દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાંક પ્રાંતમાં એકાદશીથી થાય છે, તો કેટલાંક પ્રાંતમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદસ પણ કહે છે. નરક ચતુર્દશી દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. તેથી તેને છોટો દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દિવસે શ્રી કૃષ્ણ, મા કાલી અને યમરાજની પૂજા કરવામાં આવે છે. તંત્ર શાસ્ત્ર અનુસાર, દેવી કાલિકા મહાવિદ્યાઓમાં સર્વોપરી છે. કાલી શબ્દ હિન્દી શબ્દ કાલ પરથી આવ્યો છે. જેનો અર્થ છે સમય, કાળો રંગ, મૃત્યુ દેવ અથવા મૃત્યુ. તંત્રના સાધકો મહાકાળીની સાધનાને સૌથી અસરકારક માને છે અને તે દરેક ક્રિયાનું ત્વરિત પરિણામ આપે છે. યોગ્ય રીતે સાધના કરવાથી સાધકો અષ્ટસિદ્ધિ મેળવે છે.

શું તમે જાણો છો, કાળી ચૌદાશને નરક ચતુદર્શી કેમ કહેવાય છે ?- humdekhengenews

શું છે  કાળી ચૌદશનું મહત્વ ?

હિન્દુ ધર્મમાં કાળી ચૌદસનું બહોળું મહત્વ છે. દિવાળી પહેલા કાળી ચૌદસ મનાવવામાં આવે છે. તેથી તેને છોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર યમરાજ સમક્ષ દીવો પ્રગટાવીને તેમનામાં શ્રદ્ધા દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બંગાળમાં રૂપ ચૌદસના નામે આ તહેવાર પૂરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે. બંગાળમાં મા કાલીના જન્મદિવસ તરીકે પણ તેને ઉજવવામાં આવે છે, જેના કારણે આ દિવસને કાળી ચૌદસ કહેવામાં આવે છે. બંગાળમાં આ દિવસે માતા કાલીની પૂજાનું વિશેષ મહત્વ છે.

આ પણ વાંચો : ચોખાના લોટ અને મેરીગોલ્ડના ફૂલોથી બનાવો અદ્ભુત રંગોળી !

શું છે કાળી ચૌદસનો ઇતિહાસ અને જાણો કેવી રીતે ઉજવવામાં આવે છે ?

આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા. આથી નરક ચતુર્દસી પણ કહેવાય છે. કાળી ચૌદશ એ મેલી વિદ્યાનાં સાધકોનો ખાસ દિવસ છે. તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે, અને તેમની વિદ્યાશક્તિ વધુ મજબૂત થાય છે.

આ પણ વાંચો : દિવાળીના શુભ મૂહુર્ત : ધનતેરસ થી લઈને લાભપાંચમ સુધીના તહેવારો ક્યારે છે ?

નરકાસુર નામના રાક્ષસે બધા દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. અલૌકિક શક્તિઓને લીધે તેની સાથે લડવું કોઈના વશમાં નહોતું. નરકાસુરનો ત્રાસ વધી ગયો. પછી બધા દેવો ભગવાન કૃષ્ણ પાસે પહોંચ્યા. બધા દેવતાઓની હાલત જોઈને શ્રી કૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઈ ગયા. કારણ કે, નરકાસુરને શ્રાપ હતો કે, તે સ્ત્રીના હાથે મૃત્યુ પામશે. ત્યારે ચતુરાઈથી ભગવાન કૃષ્ણે પોતાની પત્ની સત્યભામાની મદદથી કારતક માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ નરકાસુરનો વધ કર્યો. નરકાસુરના મૃત્યુ બાદ 16 હજાર રાણીઓને મુક્ત તેના બંધનમાંથી મુક્ત કરવામાં અઆવી હતી. તુઅરથી આ 16 હજાર રાણીઓ પટરાણી તરીકે ઓળખાવા લાગી. નરકાસુરના મૃત્યુ પછી, લોકોએ કારતક મહિનાની અમાવાસ્યાના દિવસે નરક ચતુર્દશીની ઉજવણી કરવાનું શરૂ કર્યું.

શું તમે જાણો છો, કાળી ચૌદાશને નરક ચતુદર્શી કેમ કહેવાય છે ?- humdekhengenews

કાળી ચૌદશ સાથે આમ તો અનેક માન્યતા જોડાયેલી છે. આજના દિવસે રાત્રે ઉપાસનાનું અનેરૂ મહત્વ છે. કાળી ચૌદશનાં દિવસે સાંજે સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે. જેને નાની દીવાળી પણ કહે છે. આ પૂજા કે દીપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. એવું પણ કહેવાય છે કે કાળી ચૌદસનાં દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી.

આ પણ વાંચો : ગ્રીન કેકર્સનું સ્થાન લેવા આવી ગયા ઈ ક્રેકર્સ, કેવી રીતે છે અલગ ?

ક્યારે છે કાળી ચૌદસ?

હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે 23 ઓક્ટોબરે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કાળી ચૌદસની પૂજા માટેન અશુભ મુહૂર્ત 23 ઓક્ટોબર 2022ના સાંજે 07.40 થી રાત્રીના 12.20 સુધી રહેશે. આ દિવસે કાળી માતા અને હનુમાનજીની ખાસ પૂજા કરવામાં આવે છે.

Back to top button