ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભાજપે 108 નેતાઓની ટીમ ઉતારી, જાણો શું છે કારણ

Text To Speech

ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. જેમાં વડાપ્રધાન પણ વારંવાર ગુજરાતમાં પ્રવાસ કરી વિવિધ શહેરોમાં સભાઓ ગજવી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જ્યાં કોંગ્રેસે મુખ્યમંત્રી અશોક ગહલોતથી લઈને 20થી વધારે મંત્રીઓને ગુજરાતી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે, તો ભાજપે પણ ગુજરાતમાં વસેલા 15 લાખ રાજસ્થાનવાસીઓને પોતાના તરફ ખેંચવા માટે રાજસ્થાનમાંથી મોટા પાયે પાર્ટીના નેતાઓને કામે લગાડ્યા છે.

આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં લેવાયો મોટો નિર્ણય

ગુજરાતમાં રાજસ્થાનવાસીઓની બોલબાલા

ઉલ્લેખનીય છે કે ભાજપે રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ, 4 કેન્દ્રીય મંત્રી, 2 સાંસદ-પૂર્વ સાંસદ, 7 ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે. તેમજ રાજસ્થાન સહિત ભાજપે દેશભરમાંથી પાર્ટીના સીનિયર નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધા છે. ગુજરાત ચૂંટણીમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ છે, જે રાજસ્થાનમાંથી આવે છે. ભાજપે ગુજરાતમાં રાજસ્થાનના 4 કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, અર્જૂનરામ મેઘવાળ, કૈલાશ ચૌધરી ઉપરાંત સંગઠનના 108 નેતાઓની ટીમ ઉતારી છે, જે અલગ અલગ વિધાનસભા સીટો પર જઈને ભાજપનો પ્રચાર કરશે.

આ પણ વાંચો: સાવધાન: કોરોનાના નવા બે વેરિયેન્ટનો પગપેસારો થયો, શહેરીજનો દિવાળીમાં સાવચેત રહેજો

અમદાવાદમાં 2.25 લાખ રાજસ્થાની

ગુજરાતમાં રાજસ્થાનના નેતાઓને જવાબદારી આપવા પાછળ સૌથી મોટુ કારણ રાજસ્થાન મૂળના લોકો છે. આંકડા પ્રમાણે જોઈએ તો, ગુજરાતની કુલ વસ્તી 7 કરોડ 4 લાખની નજીક છે, જેમાંથી લગભગ 1.50 કરોડ બીજા રાજ્યોમાંથી આવીને વસેલા લોકો છે. જેમાંથી પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી સૌથી વધારે લોકો છે. તથા 4 લાખ આદિવાસી છે, જે દક્ષિણ રાજસ્થાનમાંથી આવે છે. આ ઉપરાંતમાં અમદાવાદમાં 2.25 લાખ અને સૂરતમાં 2.75 લાખથી વધારે રાજસ્થાની લોકો વસવાટ કરે છે.

Back to top button