ગુજરાત

આખરે VCE કર્મચારીઓની હડતાળ પૂર્ણ થઈ

Text To Speech

સરકાર સામે લાંબા સમયથી વિરોધનો સૂર ચાલી રહ્યો હતો તેવા વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓની હડતાળ સમેટાઈ હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથેની મુલાકાત બાદ VCEના કર્મચારીઓએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે પણ મુલાકાત લીધી છે.

રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી ફરજ બજાવતા હોય છે. ગુજરાતમાં 10,000થી વધુ VCE(ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક) ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત કામ કરે છે. જેમાં તેઓ મહેસુલ, અન્ન પુરવઠા, પંચાયત, ચૂંટણી સહિતની કામગીરી કરતા હોય છે પરંતુ તેઓને પગારની જગ્યાએ 1 રૂપિયો કમિશન મળતુ હોવાથી તેઓ પગાર સહિતની માગને લઈ હડતાળ અને આંદોલનો કરી રહ્યા હતા.

આ પણ વાંચો : VCE કર્મચારીઓની લાંબા સમયથી માગણી પૂર્ણ ન થતાં ઉગ્ર વિરોધ

છેલ્લા 15 વર્ષ કરતાં વધુ સમયથી સરકારના એક ભાગ તરીકે ગ્રામ પંચાયતોમાં કામ કરતા ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકોએ સરકારી કર્મચારી અને સરકારી ધોરણે પગાર મેળવવાની માંગ સાથે હડતાળ ઉતર્યા હતા. સરકાર દ્વારા તેમના પ્રશ્નોના ઉકેલની મૌખિક ખાતરી આપવામાં આવી રહી રહી હોવાના આક્ષેપ સાથે VCE કર્મીઓ વિરોધ કરી રહ્યા હતા. રાજ્યના અંદાજિત 10,000થી વધુ VCE કામગીરીથી અળગા થયા હતા. જેને લઇને ગામડાંઓમાં ખેડૂતલક્ષી રાજ્યસ્તરની વહીવટી કામગીરી ખોરવાઇ હતી.

Back to top button