દક્ષિણ ગુજરાત

દ.ગુજરાતમાં નવસારી-વલસાડ નજીક 3.5 તીવ્રતાનો ભૂકંપ આંચકો

Text To Speech

સુરત નજીક નવસારી વલસાડ પાસે 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપ આજે સવારે 10.26 કલાકે સુરત નજીક 61 કિલોમીટર સાઉથ ઇસ્ટ પાસે આ આંચકો અનુભવાયો છે. આ ભુકંપ ગ્રાઉન્ડથી 7 કિલોમીટર નીચે હોવાનું જાણવા મળ્યું છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી પુષ્ટિ મળી છે. જેમાં વલસાડથી 36 કિમી દુર ભૂકંપનું કેન્દ્રબિંદુ વાંસદા પાસે હોવાની પ્રારંભિક માહિતી મળી રહી છે. આ મામલે જિલ્લા કલેકટર પણ પરિસ્થિતિ અંગે તમામ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમજ હાલ કોઈ પણ પ્રકારના નુકસાન અંગે જાણકારી છે.

earthqueak- hum dekhenege news

આ પણ વાંચો : કચ્છમાં ભૂકંપનો આંચકો, 3.6ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપ

આ ઉપરાંત બુધવારના મોડી રાત્રે કચ્છમાં પણ ભૂકંપના એકવાર ફરી આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મોડી રાત્રે રિકટેર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે.

Back to top button