ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

હવે આ શહેરમાં પણ ફટાકડા ફોડવા અંગે પોલીસનું જાહેરનામુ, માત્ર બે કલાકની જ પરવાનગી

Text To Speech

દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે રાજ્યમાં કોરોનાની અસર ઓછી થઈ જતા લોકોમાં તહેવારની ઉજવણીને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દિવાળીમાં લોકો ફટાકડા ફોડીને આતશબાજી કરી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે આ દરમિયાન દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવા માટે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે.

માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે

પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ, માત્ર બે કલાક ફટાકડા ફોડી શકાશે. એટલે કે સમય મર્યાદા નક્કી કરતા અમદાવાદ શહેરમાં રાત્રે 8 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશેનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ સાથે બજાર, શેરીઓ તથા ગલીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વધુમાં પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ઓનલાઈન ફટાકડાની ખરીદી કે, વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શહેરમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલ થી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદૂષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

પોલીસ કમિશનર દ્વારા બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલનું વેચાણ નહીં કરવા આદેશ આપવામાં આવ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે જ કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કરી શકાશે નહી. અમદાવાદમાં વધી રહેલા પ્રદૂષણના કારણે ફટાકડાની લૂમ ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે કોઈપણ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે તેવું પણ જાહેરનામામાં જણાવાયું છે.

આ પણ વાંચો: ગ્રીન કેકર્સનું સ્થાન લેવા આવી ગયા ઈ ક્રેકર્સ, કેવી રીતે છે અલગ ?

Back to top button