અમદાવાદ : પગાર ભથ્થા વધારા મુદ્દે અચાનક શરૂ થયું જેલ સિપાઇઓના ધરણા પ્રદર્શન
રાજ્ય સરકાર સામે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. હજી એક એક કરીને આંદોલનો અને સરકારી કર્મચારીઓની માંગણી સ્વીકારી વિરોધ પ્રદર્શનનો અંત આવી રહ્યો છે ત્યારે હવે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના ચોગાનમા ગુરૂવારે સવારે જેલ સિપાઇઓએ એકત્ર થઇને પોતાના પગાર ભથ્થા વધારવા સુત્રોચ્ચાર કર્યો હતો.
જેમાં પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાના પગાર ભથ્થામા વધારો થયા બાદ હવે જેલ સંવર્ગના કર્મચારીઓએ પણ પોતાના પગાર ભથ્થા વધારવાની માંગણી કરી છે. અચાનક જેલ સિપાઈઓના આ પ્રકારે ધરણા પ્રદર્શન શરૂ થતા સેન્ટ્રલ જેલના સત્તાધીશો દોડતા થઇ ગયા છે. તેમજ તેમની સાથે વાતચીતનો દોર શરૂ કર્યો હતો.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન ડેફ સ્પેસ લૉન્ચ કર્યું, જાણો શું થશે ફાયદો
જોકે પરિસ્થિતિ વણસે નહીં તે માટે જેલ કર્મચારીઓને સમજાવીને ઉભા કર્યા હતા. જેલના કર્મચારીઓનુ કહેવુ છે કે તાજેતરમા સરકારે પોલીસ માટે જે પગાર વધારો જાહેર કર્યો તેમા જેલ સિપાઈની બાદબાકી કરાઇ છે. અમે પણ પોલીસની જેમ જ ભરતી પસંદગી પૂર્ણ કરીને તાલીમ સાથે સેવામા આવીએ છીએ. તો શા માટે એક સમાન વર્ગમા આ પ્રકારનો ભેદભાવ કરવામા આવ્યો.