ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં લેવાયો મોટો નિર્ણય

Text To Speech

દિવાળીના તહેવારોની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ ગુજરાત પ્રવાસે આવી ગયા છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિવિધ શહેરોને વિકાસના કામોની ભેટ આપી છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સરકારી વિભાગોમાં લેવામાં આવતી ખાતાકીય પરીક્ષાઓમાં કર્મચારીઓને 5 માર્ક્સ ગ્રેસીંગ તરીકે આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: સાવધાન: કોરોનાના નવા બે વેરિયેન્ટનો પગપેસારો થયો, શહેરીજનો દિવાળીમાં સાવચેત રહેજો

કોઈ 1 વિષયમાં 5 ગુણ ગ્રેસ તરીકે આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ખાતાકીય પરીક્ષાઓમાં ગ્રેસીંગ માર્ક્સ આપવાના નિર્ણય અંગે જાહેરાત કરી હતી કે, ખાતાકીય પરીક્ષાના કોઈ 1 વિષયમાં 5 ગુણ ગ્રેસ તરીકે આપવામાં આવશે. પરંતુ આ ગ્રેસીંગ માર્ક્સ ખાતાકીય પરીક્ષાના કુલ વિષયોના ફક્ત 1 વિષયમાં 50થી ઓછા ગુણ હોવાના કિસ્સામાં જ આપવામાં આવશે. સાથે સાથે અન્ય વિષયોમાં 50થી વધુ ગુણ હોવા ફરજીયાત રહેશે.

આ પણ વાંચો: સાવધાન: કોરોનાના નવા બે વેરિયેન્ટનો પગપેસારો થયો, શહેરીજનો દિવાળીમાં સાવચેત રહેજો

તાજેતરમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો

કેન્દ્ર સરકારે પાંચમા અને છઠ્ઠા પગાર પંચ અંતર્ગત સેલરી મેળવી રહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ વધારા બાદ છઠ્ઠા પગાર પંચ અંતર્ગત સેલરી લઈ રહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા 203 ટકાથી વધીને 212 ટકા થઈ ગયા છે. ડીએના નવા દર 1 જૂલાઈ 2022થી લાગૂ માનવામાં આવશે. આ ઉપરાંત પાંચમા પગાર પંચ અંતર્ગત સેલરી લઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓના ડીએને 15 ટકા વધારીને 396 ટકા કરી દીધું છે. આ કર્મચારીઓ માટે વધારો 1 જૂલાઈથી લાગૂ માનવામાં આવશે.

આ પણ વાંચો: લાખો રૂપિયાનો પગાર ઘરાવતા અધિકારીએ રૂ.200ની લાંચ માગતા ACBના સકંજામાં ઝડપાયો

ભથ્થુ કોઈ પણ કર્મચારીના બેસિક પગાર આધારે નક્કી થાય

મોંઘવારી ભથ્થુ કોઈ પણ કર્મચારીના બેસિક પગાર આધારે નક્કી થાય છે. જો કોઈ કેન્દ્રીય કર્મચારીની બેસિક સેલરી 43000 રૂપિયા પ્રતિ મહિનો છે, તો તેને જૂના ડીએ 203 ટકા અંતર્ગત 87290 રૂપિયા મળે છે. તો વળી ડીએ 212 ટકા થયા બાદ તે વધીને 91,160 રૂપિયા થઈ જશે. તેનાથી તેમના વેતનમાં લગભગ 3800 રૂપિયાનો વધારો થઈ જશે. આપને જણાવી દઈએ કે, ડિપાર્ટમેંટ ઓફ એક્સપેંડિચરે 12 ઓક્ટોબરના રોજ એક ઓફિસ મેમોરેંડમ જાહેર કરીને ડીએ વધારાની સૂચના આપી હતી.

 

Back to top button