ગુજરાતમાં દિવાળનો માહોલ જામ્યો છે. જેમાં વેપાર ધંધાઓ પણ જોશમાં ચાલી રહ્યાં છે. ત્યારે સરકારી બાબુઓ પણ દિવાળીમાં ખુસ્સુ ગરમ કરવા લાગી ગયા છે. તેવામાં ACBની સક્રિય થઇ ગઇ છે. અને લાંચિયા બાબુઓ પર સપાટો બોલાવી રહી છે. તેવામાં ધરમપુર એસ.ટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ACBની ઝપેટમાં આવ્યા છે. માત્ર 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
આ પણ વાંચો: રાજકોટને PM મોદીએ રૂ.6900 કરોડના વિકાસ કામોની દિવાળી ભેટ ધરી
એસીબીની ટીમે છટકું ગોઠવીને રમેશને ઝડપી પાડ્યો
આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે ફરિયાદી કંડક્ટર પાસે રજા મંજૂર કરાવવાના બદલે લાંચ માંગી હતી. જોકે, કંડક્ટર લાંચ આપવા ઇચ્છુક ન હોય તેમણે લાંચ રૂશ્વત બ્યૂરોનો સંપર્ક કર્યો હતો. આ તરફ એસીબીની ટીમે છટકું ગોઠવીને આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રમેશ પ્રભાતસિંહ રાવતને લાંચની રકમ સ્વિકારતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
આ પણ વાંચો : AAPના મોટા નેતાએ PM મોદી વિશે ખોટી વાત કરતા પોલ ખુલી
જાણો શું છે સમગ્ર ઘટના
ધરમપુર એસ.ટી ડેપો ખાતે ફરજ બજાવતા એક કન્ડક્ટરના ઘરે ધાર્મિક વિધિ હોવાથી 2 દિવસની રજા માંગી હતી. આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે રજા મંજૂર કરાવી આપવા 200 રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે ACBની હેલ્પલાઇન ઉપર સંપર્ક કરી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે આજરોજ એસીબીએ છટકું ગોઠવીને રૂપિયા 200ની લાંચ લેતા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રમેશકુમાર રાવતને ઝડપી પાડ્યા હતા.